રાજ્ય સંચાલિત SJVNએ શનિવારે જણાવ્યું હતું કે તેની ગ્રીન એનર્જી સબસિડિયરીએ મહારાષ્ટ્રમાં 200 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ મેળવ્યો છે. આ પ્રોજેક્ટનો ખર્ચ 1,000 કરોડ રૂપિયા છે.
“SJVN ગ્રીન એનર્જી લિમિટેડ (SGEL), જે કંપનીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે, તેને મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL) તરફથી સ્વીકૃતિનો પત્ર મળ્યો છે,” કંપનીએ સ્ટોક એક્સચેન્જને જાણ કરી.
આ પ્રોજેક્ટ 18 મહિનામાં પૂર્ણ થશે. આ સમયગાળો MSEDCL સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA)માં દાખલ થવાની તારીખથી શરૂ થશે.
કંપનીએ માહિતી આપી હતી કે આ પ્રોજેક્ટનો ખર્ચ લગભગ 1,000 કરોડ રૂપિયા હશે.
આ પ્રોજેક્ટ પ્રથમ વર્ષમાં 45.55 કરોડ યુનિટ પાવર જનરેટ કરશે અને 25 વર્ષના ગાળામાં કુલ વીજ ઉત્પાદન 1,048 કરોડ યુનિટ થશે.
આ પ્રોજેક્ટ શરૂ થવાથી કાર્બન ઉત્સર્જનમાં 5,13,560 ટનનો ઘટાડો થવાની ધારણા છે.