27
Updated: Dec 7th, 2023
સુરત
આગામી
શનિવારને ૯ મી ડિસેમ્બરના સવારે ૧૦ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી સુરત જિલ્લાના
તમામ મતદાન મથકો પર બુથ લેવલ ઓફિસર હાજર રહેશે. અને મતદારોની ફોટાવાળી મતદાર
યાદીને લઇને જે પણ કંઇ ભુલો હશે તે અંગે હક્ક દાવા અને વાંધા અરજીઓ સ્વીકારશે.આ
ઉપરાંત જિલ્લાના નાના, મધ્ય અને મોટા ઓદ્યોગિક એકમો ખાતે પણ ખાસ કરીને ૨૦ થી ૨૯ વર્ષના નાગરિકોના
નામો મતદાર યાદીમાં દાખલ કરવા માટે કેમ્પો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત
વિદ્યાર્થીઓ પણ જેમના નામો મતદાર યાદીમાં નથી. તેમના નામો નોંધાવવા માટે અધિક
જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.