સીસીટીવીનું એક્સેસ નહી અપાતા 50 થી વધુ કૉલેજોમાં સ્પેશીયલ સ્કવોડ મુકાઇ

by Aadhya
0 comments 1 minutes read

નર્મદ યુનિવર્સિટીની પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા

Updated: Dec 7th, 2023

– કૉલેજના પરીક્ષાખંડ અને સ્ટ્રોંગરૃમના કેમેરાના આઇ.પી
એડ્રેસ નહી આપનાર કૉલેજો સામે કાર્યવાહી
: પરીક્ષા મહેનતાણા અટકાવી દેવાયા

        સુરત

સુરત
શહેર સહિત દક્ષિણ ગુજરાતની કોલેજોમાં ચાલી રહેલી પ્રથમ સેમેસ્ટરની પરીક્ષામાં ગેરરીતિના
કેસો અટકાવવા માટે ૫૦ થી વધુ કોલેજોએ સીસીટીવીના આઇપી એડ્રેસ નહીં આપતા કુલપતિ દ્વારા
સ્પેશિયલ સ્કવોડ મુકવાની સાથે કોલેજ અને સ્ટાફના મહેનાતણા અટકાવી દેવાયા હતા.

નર્મદ
યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં દિવાળી પછી સેમેસ્ટર -૧ ની પરીક્ષાઓ લેવાઇ રહી છે. આ
પરીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓ પર નજર રાખી શકાય તે માટે યુનિવર્સિટીમાં ઓનલાઇન
કંટ્રોલરૃમ ચાલી રહ્યો છે. આ કંટ્રોલરૃમમાં જે તે કોલેજના આઇપી એડ્રેસ નાંખવાની
સાથે જ દક્ષિણ ગુજરાતના કોઇ પણ છેડે આવેલી કોલેજમાં પરીક્ષા ખંડમાં શુ ચાલી રહ્યુ
છે. તે નર્મદ યુનિવર્સિટીમાં બેઠા બેઠા જોઇ શકાય તે માટે સીસીટીવી કંટ્રોલરૃમ શરૃ
કરાયો છે. જેમાં  યુનિવર્સિટી સાથે જોડાણ
ધરાવતી કોેલેજો પાસે આઇપી એડ્રેસ માંગવામાં આવ્યા હતા. પરંતુ જે કોલેજોએ આપ્યા
નથી. તેની સામે કાર્યવાહી શરૃ કરાઇ છે. આ અંગે કુલપતિ ડૉ.કિશોરસિંહ ચાવડાએ જણાવ્યુ
હતુ કે યુનિવર્સિટી દ્વારા ફકતને ફકત સ્ટ્રોગરૃમ અને પરીક્ષા ખંડના જ આઇપી એડ્રેસ
માંગવામાં આવ્યા હતા. પરંતુ ૫૦ જેટલી કોલેજોએ નહીં આપતા કાર્યવાહી શરૃ કરાઇ છે. સૌ
પ્રથમ તો આ કોલેજો પર સ્પેશીયલ સ્કવોડ બેસાડીને પરીક્ષાની કામગીરી પર નજર રાખવામાં
આવી રહી છે. સાથે જ આ કોલેજોમાં કોલેજ અને પરીક્ષા સુપરીટેન્ડનથી લઇને પટાવાળા
સુધીના તમામના મહેનતાણા અટકાવી દેવાયા છે. આમ કોલેજ સામે કાર્યવાહી કરાતા ફફડાટ
જોવા મળી રહ્યો છે. 

Source link

You may also like

Leave a Comment