ભારતીય બજાર આજે એટલે કે ગુરુવારે રામનવમીના અવસર પર શેરબજાર, કોમોડિટી માર્કેટ સહિત તમામ બજારો બંધ રહેશે. જોકે, કોમોડિટી માર્કેટ સેશન સાંજે 5 વાગ્યાથી ખુલશે.
NSE અને BSE બંને એક્સચેન્જો પર ટ્રેડિંગ શુક્રવાર, માર્ચ 31 ના રોજ ફરી શરૂ થશે. ચાલુ નાણાકીય વર્ષ (FY23)માં શેરબજાર માટે 30 માર્ચ છેલ્લી રજા રહેશે.
તમને જણાવી દઈએ કે એપ્રિલના પહેલા સપ્તાહમાં પણ ભારતીય શેરબજાર બે દિવસ બંધ રહેશે. BSE અને NSE 4 એપ્રિલે મહાવીર જયંતિ અને 7 એપ્રિલે ગુડ ફ્રાઈડેના કારણે બંધ રહેશે.
4 એપ્રિલના રોજ સવારના સત્ર માટે કોમોડિટી બજારો પણ બંધ રહેશે. જો કે સાંજે 5 વાગ્યાથી ટ્રેડિંગ શરૂ થશે.
MCX 7 એપ્રિલના રોજ સવાર અને સાંજના બંને સત્રો માટે બંધ રહેશે.
તમે બજારની રજાઓ સંબંધિત સત્તાવાર માહિતી માટે સત્તાવાર વેબસાઇટ www.bseindia.com ની મુલાકાત લઈ શકો છો.
રામ નવમી શા માટે ઉજવવામાં આવે છે
30 માર્ચે દેશભરમાં રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ભગવાન રામનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિએ થયો હતો, આ અવસર પર હિન્દુ ધર્મમાં રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે.