Updated: May 10th, 2024
– સરથાણામાં
કોઇ કારણસર યુવાન રત્નકલાકારે આત્મહત્યા કરી
સુરત :
સુરતમાં
આપધાતના વધુ બે બનાવમાં સિંગણપોરમાં ધો.૧૨માં પરીક્ષા પાસ થયા બાદ વિધાર્થી અને સરથાણામાં
કોઇ કારણસર યુવાન રત્નકલારે આત્મહત્યા કરી મોતને વ્હાલુ કર્યુ હતું.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ
સિંગણપોરગામમાં સહાજાનંદ સોસાયટીમાં રહેતો ૧૯ વર્ષીય ભાવિન વસંતભાઇ મારૃ ગુરુવારે
બપોરે ઘરમાં રસોડામાં પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ જીવન
ટુંકાવ્યું હતું. પોલીસે કહ્યુ કે,
ભાવિને ધો.૧૨ કોમર્સની એક્સટ્રન્લની આપેલી પરીક્ષાનું ગત રોજ પરિણામ આવતા ૬૦ ટકાએ
પાસ થયો હતો. બાદમાં તેણે કોઇ કારણસર આ પગલુ ભર્યુ હતું. તેનો એક ભાઇ છે. તેના
માતા-પિતા પ્રાઇવેટમાં સફાઇ કામ કરે છે. બીજા
બનાવમાં સરથાણામાં આદર્શ રો હાઉસમાં રહેતો ૨૪ વર્ષીય ધવલ ધનશ્યામ જાદાણી ગત બપોરે
ઘરમાં કોઇ કારણસર ટેન્શનમાં આવીને ઝેરી દવા પી જઇને તેના ભાઇને ફોન કરીને જાણ કરી
હતી. જેથી તેને સારવાર માટે ખાનગી
હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ટુંકી સારવાર દરમિયાન તે મોતને ભેટયો હતો. તે મુળ
અમરેલીના વતની હતો. તેને એક ભાઇ અને એક બહેન છે. તે રત્નકલાકારનું કામ કરતો હતો.