સુરતમાં બે યુવાન અને આધેડનું એકાએક મોતઃ હાર્ટ એટેક આવ્યાની શક્યતા

by Aadhya
0 comment 2 minutes read

Updated: Oct 12th, 2023

વેસુમાં કલરકામ કરતા યુવાનનું છાતીમાં દુઃખાવા બાદ, કોસાડ આવાસમાં
કલરકર્મી યુવાનનું ઉંઘમાં મોતઃ પાંડેસરાના આધેડ મજુરીકામ વેળા ઢળી પડયા

સુરત,:

સુરતમાં
છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હૃદયરોગના હુમલો આવવાના કિસ્સા વધી રહ્યા છે. તેવા સમયે
સુરત અચાનક મોત થવાના ત્રણ બનાવમાં વેસુમાં કલર કામ કરતો ૩૫ વર્ષીય યુવાન
,પાંડેસરામાં કામ કરતી વખતે
૪૫ વર્ષનો યુવાન અને અમરોલીમાં સવારે ઉંધ માંથી નહી ઉઠનાર ૩૭ વર્ષીય યુવાનનું મોત નીંપજયું
હતું.

નવી
સિવિલથી મળેલી વિગત મુજબ ડીંડોલીમાં બીલીયાનગરમાં રહેતો ૩૫ વર્ષીય ધર્મવીર ગોંડ
બુધવારે સાંજે વેસુમાં વી.આઇ.પી રોડ એસ.એમ.સી આવાસમાં પાસે કન્ટ્રકશન સાઇટ પર કલર
કામ કરતો હતો. ત્યારે તેને અચાનક છાતીમાં દુઃખાવો થતા બેભાન  થઇ ગયો હતો. જેથી તેને સારવાર માટે નવી
સિવિલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.

બીજા
બનાવમાં પાંડેસરામાં ગોવાલકનગરમાં રહેતો ૪૫ વર્ષીય બ્રિજબિહાર યાદવ આજે ગુરુવારે
બપોરે બમરોલી રોડ હરીઓમનગર ઇન્ડસ્ટ્રીઝ પાસે મજુરી કામ કરતો હતો. ત્યારે તેની
અચાનક તબિયત બગડતા ઢળી જતા સાવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો.જયાં ફરજ
પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યો હતો.

ત્રીજા
બનાવમાં અમરોલીમાં કોસાડ આવાસમાં રહેતો ૩૭ વર્ષીય રાજારામ સહાની આજે ગુરુવારે
સવારે ઘરમાં ઉંધ માંથી ઉઠયો નહી. જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ
ગયા હતા. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે કલર કામ કરતો હતો.

Source link

You may also like

Leave a Comment