પેટ્રોલના આસમાનને આંબી રહેલા ભાવને કારણે કાર નિર્માતાઓએ ભારતમાં ઇલેક્ટ્રિક અને સીએનજી વાહનો લોન્ચ કરવાનું શરૂ કર્યું છે. આ સાથે જ સારી માઈલેજ આપવા માટે કંપનીઓએ હાલના પેટ્રોલ એન્જિનમાં ફેરફાર કર્યો છે.
પેટ્રોલના આસમાનને આંબી રહેલા ભાવને કારણે કાર નિર્માતાઓએ ભારતમાં ઇલેક્ટ્રિક અને સીએનજી વાહનો લોન્ચ કરવાનું શરૂ કર્યું છે. આ સાથે જ સારી માઈલેજ આપવા માટે કંપનીઓએ હાલના પેટ્રોલ એન્જિનમાં પણ ફેરફાર કર્યા છે. આ સમાચારમાં, અમે તમારા માટે 5 સૌથી વધુ માઇલેજ પેટ્રોલ વાહનોની યાદી લાવ્યા છીએ. માઇલેજના સંદર્ભમાં, આ આંકડો ARAI પ્રમાણિત છે અને ડ્રાઇવિંગના આધારે માઇલેજ બદલાઈ શકે છે.
મારુતિ સુઝુકીની સેકન્ડ જનરેશન સેલેરિયો હેચબેક દેશમાં સૌથી વધુ માઈલેજ આપતું વાહન છે. કંપનીએ તેને નવા ડ્યુઅલજેટ પેટ્રોલ એન્જિન સાથે લોન્ચ કર્યું છે. Celerio AMT મોડલ 26.68kmpl ની ARAI પ્રમાણિત માઈલેજ અને મેન્યુઅલ મોડલ 25.24kmpl આપે છે. તે 1.0-લિટર ડ્યુઅલજેટ K10 પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે જે 67bhp અને 89Nm ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશન વિકલ્પોમાં 5-સ્પીડ મેન્યુઅલ અને AMT યુનિટનો સમાવેશ થાય છે. તેના LXI મોડલની કિંમત 525000 થી શરૂ થાય છે અને 7 લાખ રૂપિયા સુધી જાય છે.
હોન્ડા સિટી E:HEV (26.5 kmpl)
હોન્ડાએ તાજેતરમાં ભારતીય બજાર માટે નવું સિટી e: HEV હાઇબ્રિડ વેરિઅન્ટ રજૂ કર્યું છે. આ નવું મોડલ 26.5kmpl નું પ્રમાણિત માઈલેજ આપે છે. તે ભારતમાં બીજું સૌથી વધુ ઇંધણ કાર્યક્ષમ વાહન બની ગયું છે. કંપનીએ આજથી તેનું ઉત્પાદન પણ શરૂ કરી દીધું છે. હવે આ પછી તેને જલ્દી જ માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. નવું સિટી E: HEV 1.5L 4-સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ એટકિન્સન સાયકલ પેટ્રોલ એન્જિન સાથે આવે છે જે બે ઇલેક્ટ્રિક મોટર્સ સાથે જોડાયેલું છે. જ્યારે પેટ્રોલ મોટર 127Nm સાથે 98bhp પાવર જનરેટ કરે છે, ત્યારે ઇલેક્ટ્રિક મોટર 0 rpm થી 253Nm સાથે 109bhp પાવર પ્રદાન કરે છે. સિટી હાઇબ્રિડમાં 0.734kWh લિથિયમ-આયન બેટરી છે જેનું વજન 14.5kgs છે. તેમાં ત્રણ ડ્રાઇવ મોડ છે – એન્જિન ડ્રાઇવ (ફક્ત પેટ્રોલ એન્જિન પર ચાલે છે), EV ડ્રાઇવ (ફક્ત ઇલેક્ટ્રિક મોટર પર ચાલે છે) અને હાઇબ્રિડ ડ્રાઇવ (બંનેના મિશ્રણ પર ચાલે છે).
મારુતિ વેગનઆર (25.19 kmpl)
મારુતિ સુઝુકી વેગન આર બે પેટ્રોલ એન્જિન વિકલ્પો સાથે ઓફર કરવામાં આવે છે, એક 1.0L NA પેટ્રોલ અને એક 1.2L NA પેટ્રોલ. આ સાથે આ ટાલ-બોય હેચબેક પણ CNG વિકલ્પ સાથે આવે છે. જેમાં તેની માઈલેજ 34.05 કિમી/કિલો છે. બીજી તરફ, AMT ગિયરબોક્સ સાથે WagonR 1.0L 25.19kmpl નું ARAI પ્રમાણિત માઈલેજ ધરાવે છે, જ્યારે મેન્યુઅલ વર્ઝનમાં તેનું માઈલેજ 24.35kmpl છે. મારુતિ વેગન આરની કિંમત 5,47,500 રૂપિયાથી શરૂ થાય છે.
મારુતિ ડિઝાયર (24.12kmpl)
મારુતિ સુઝુકીએ ગયા વર્ષે નવી ડીઝાયર રજૂ કરી હતી. તેમાં 1.2L Dualjet K12N પેટ્રોલ એન્જિન છે. આ મોડલ 90bhp અને 113Nm ટોર્ક જનરેટ કરે છે. તે મેન્યુઅલ અને AMT ગિયરબોક્સ બંને વિકલ્પો સાથે આવે છે. તેનું AMT વેરિઅન્ટ મેન્યુઅલ કરતા વધુ માઈલેજ આપે છે. Dzire AMTનું માઇલેજ 24.12kmpl છે. જ્યારે મેન્યુઅલમાં 23.26kmpl છે. મારુતિ ડિઝાયરની કિંમત 5.98 લાખથી 9.03 લાખ સુધીની છે.
મારુતિ સ્વિફ્ટ (23.76kmpl)
ડીઝાયરની જેમ, નવી સ્વિફ્ટ પણ 1.2-લિટર ડ્યુઅલજેટ પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે જે Idle-Start Stop ટેક્નોલોજી સાથે આવે છે. તેનું AMT મોડલ 23.76kmpl અને મેન્યુઅલ 23.2kmpl ARAI પ્રમાણિત માઈલેજ આપે છે.