સુરત APMCએ એક હજાર ટન હાફુસ-કેસર કેરીનો પલ્પ એક્સપોર્ટ કર્યો

by Aadhya
0 comment 2 minutes read

Updated: Jun 26th, 2023

   

    સુરત

સુરતની
સરદાર માર્કટ દ્વારા આ વર્ષે ૧ હજાર ટન જેટલી હાફુસ
, કેસર કેરી દક્ષિણ ગુજરાતના
અને રત્નાગીરીના ખેડુતો પાસેથી ખરીદીને તેમાંથી મેગો પલ્પ તૈયાર કરીને દુનિયામાં દેશોમાં
એક્સપોર્ટ કર્યો છે.

અમેરિકા, રશિયા, દુબઇ સહિતના દેશોના લોકો દક્ષિણ ગુજરાતની કેરીનો સ્વાદ માણી શકશે

દક્ષિણ
ગુજરાતમાં ડાંગર
, શેરડીની પાકની સાથે સાથે ઉનાળાની ઋતુમાં પાકતી હાફુસ, રાજાપુરી, ટોટાપુરી, કેસર
કેરીઓ પણ વિદેશમાં પ્રખ્યાત છે. આ કેરીઓનુ વિદેશમાં ટ્રાન્સપોર્ટ તો થાય જ છે.
સાથે જ સુરતની એપીએમસી દ્વારા દર વર્ષે હાફુસ
, કેસર કેરી
ખરીદી તેમાંથી મેંગો પલ્પ બનાવીને વિદેશમાં નિકાસ કરે છે. આ વર્ષે દક્ષિણ
ગુજરાતમાંથી તથા રત્નાગીરીની પ્રખ્યાત હાફુસ કેરીઓ મંગાવી હતી. અંદાજે ૧ હજાર ટન
કેરી ખરીદીને એપીએમસીમાં પલ્પ બનાવીને આ વર્ષે પણ દુબઇ
, રશિયા,
કોરીયા જાપાન, કેનેડા, અમેરિકા,
જર્મની જેવા દેશોમાં નિકાસ કરવામાં આવી હોવાથી દેશના રહીશો દક્ષિણ
ગુજરાતની કેરીઓનો સ્વાદ માણશે.

૨૬૦૦
કરોડનું ટન ઓવર ધરાવતી એપીએમસીમાં સુરત શહેર સહિત અન્ય જિલ્લાઓ અને રાજયોમાંથી
શાકભાજી મોટા પ્રમાણમાં વેચાણ અર્થે આવે છે. અને સુરત શહેરની ૭૫ લાખ વસ્તીને દરરોજ
તાજુ શાકભાજી પુરુ પાડે છે. રાજયની ૩૦ થી વધુ એપીએમસી મૃતઃપાય અવસ્થામાં છે.
ત્યારે સુરત એપીએમસી દ્વારા મેંગો પલ્પ
,
શાકભાજીનું મોટા પાયે વેચાણ તેમજ શાકભાજીના કચરામાંથી બાયોગેસ તેમજ
ઓર્ગેનિક લીકવીડ ખાતર બનાવીને ખેડુતોને એકદમ નજીવા ભાવે વેચાણ કરીને દર વર્ષે
વિવિધ પ્રોજેકટો દ્વારા આવકમાં વધારો કરાઇ રહ્યો છે.

 

 

Source link

You may also like

Leave a Comment