સુરતમાં સતત ત્રીજા દિવસે રખડતા ઢોર પકડવાની કામગીરી યથાવત : ત્રણ દિવસમાં 193 ઢોર ડબ્બે પુરાયા

by Aadhya
0 comment 2 minutes read

Updated: Oct 31st, 2023


– કોર્ટની ઝાટકણી બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું ત્રણ પાળીમાં ઢોર પકડવાનું ચાલુ

– આજે પાલિકામાં રજાનો દિવસ હોવા છતાં બપોર સુધીમાં 49 ઢોર પકડી પાંજરાપોળમાં મોકલી અપાયા 

સુરત,તા.31 ઓક્ટોબર 2023,મંગળવાર

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે આ ઉપરાંત ઢોરના કારણે અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. દરમિયાન ગત શુક્રવારે કોર્ટમાં હિયરીંગમાં કોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. ત્યારબાદ સરકારે સુરત સહિત તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાને રખડતા ઢોરના ન્યુસન્સ દુર કરવા માટે અસરકારક કામગીરી કરવા માટે આદેશ આપ્યો હતો. જેના કારણે સુરત પાલિકાએ ગઈકાલે રવિવારે રજાના દિવસ સોમવાર અને આજે મંગળવારે પણ રજાના દિવસ મળી અઢી દિવસમાં 193 રખડતા ઢોર ડબ્બે પુરી દીધા છે. 

રખડતા ઢોરના ન્યુસન્સ મુદ્દે કોર્ટે સરકારની ઝાટકણી કર્યા બાદ સુરત મહાનગરપાલિકા, કલેક્ટર કચેરી અને પોલીસ વચ્ચે સંયુક્ત બેઠક થઈ હતી. જેમાં ત્રણેય વિભાગની સંયુક્ત ટીમ બનાવી રખડતા ઢોરનું ન્યુસન્સ દુર કરવા માટે કામગીરી કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો ત્યાર બાદ પાલિકાએ ત્રણ પાળીમાં ઢોર પકડવાની કામગીરી શરૂ કરી હતી. પાલિકાએ પહેલા દિવસે એટલે રવિવારે રજાના દિવસે 80 બીજા દિવસે એટલે ગઈકાલે સોમવારે 54 અને આજે સરદાર જયંતિની રજાના દિવસે પણ બપોર સુધીમાં 49 રખડતા ઢોરને ઝડપીને પાંજરાપોળમાં મોકલી આપ્યા છે.

Source link

You may also like

Leave a Comment