સામૂહિક આપઘાતનું સામે આવ્યું કારણ! મનીષે ફાંસી લગાવી તે પહેલા પરિવારને ઝેર પિવડાવ્યું, સુસાઈડ નોટ તો મળી પણ નામ ન હતા

by Aadhya
0 comment 4 minutes read

Surat Mass Suicide : સુરત શહેરના અડાજણ વિસ્તારના પાલનપુર જકાતનાકા નજીક આવેલા સિદ્ધેશ્વર કોમ્પલેક્સ અરેરાટી ફેલાવનારી ઘટના બની છે. જેણે આખા સુરતને હચમચાવી નાખ્યું. અહીં એક જ પરિવારના 7 સભ્યોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, તમામે આપઘાત કર્યો છે. મૃતકોમાં ત્રણ બાળકો સામેલ છે. મૃતકોમાં મનીષ સોલંકી(37 વર્ષ), રીટા સોલંકી (પત્ની – 34 વર્ષ), શોભના સોલંકી (માતા), કનુભાઈ(પિતા) અને બાળકો દીક્ષા, કાવ્યા(10 વર્ષ) અને કુશલ(6 વર્ષ) સામેલ છે.

ઘટના બનતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસેની ઘરેથી સુસાઈડ નોટ પણ મળી છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. તો પોલીસ દ્વારા FSL વિભાગની પણ મદદ લેવામાં આવી રહી છે. સાથે પોલીસકર્મીઓ દ્વારા આસપાસમાં રહેતા લોકોની અને પરિવારજનો પૂછપરછ કરવામાં આવી રહી છે. હાલ તેમના સગા-સંબંધીઓ પહોંચ્યા છે, પરંતુ તેઓ કંઈ કહેવા માટે તૈયાર નથી.

આર્થિક સંકડામણ સામૂહિક આપઘાતનું કારણ?

પ્રાથમિક તપાસ અને સુસાઈડ નોટમાં સામૂહિક આપઘાતનું કારણ આર્થિક તંગી જણાવાય રહ્યું છે. પરંતુ થોડા દિવસો અગાઉ મનીષે પત્ની રીટા માટે ઈલેક્ટ્રિક બાઈક ખરીદી હતી. બીજી બાજુ મનીષે અનેક લોકોને પૈસા ઉધાર આપ્યા હતા. આ પૈસા પરત આવે તેવું તેમને લાગતું ન હતું. જોકે સુસાઈડ નોટમાં કોઈના નામ લખ્યા નથી. તો કેટલાક લોકો આ ઘટનાને અંધશ્રદ્ધા સાથે પણ સરખાવી રહ્યા છે. ત્યારે ઘટનાની તલસ્પર્શી તપાસની માંગ થઈ રહી છે. જોકે પોલીસ તંત્ર દ્વારા પણ આ ઘટનાને અત્યંત ગંભીર ગણીને તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

‘મનીષ ફાંસીના ફંદે હતો અને પરિવાર પથારી પર’

ઘટનાની માહિતી આપતા ઝોન 5ના DCP રાકેશ બારોટે કહ્યું કે, ઘટના અડાજણ વિસ્તારના સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં બની છે. એપાર્ટમેન્ટના પહેલા માળે કનુભાઈ સોલંકી પોતાના પરિવાર સાથે રહેતા હતા. કનુભાઈનો દીકરો મનીષ ઉર્ફે શાંતુ સોલંકી પંખા સાથે ફાંસીના ફંદા પર લટકી રહ્યો હતો, જ્યારે કનુભાઈ તેમની પત્ની શોભનાબેન, મનીષની પત્ની રીટા, મનીષની 10 અને 13 વર્ષની બંને દિકરી દિશા અને કાવ્યની સાથે જ નાનો દીકરો કુશલનો મૃતદેહ પથાર પર પડ્યો હતો.

‘સુસાઈડ નોટમાં ઉધાર આપેલા પૈસા પરત ન મળવાનું લખાણ’

DCPએ જણાવ્યું છે કે, ‘પોલીસના અનુસાર મનીષ સોલંકી ઈન્ટીરિયર ડિઝાઈનર અને ફર્નીચરનો બિઝનેસ કરતો હતો. તેમના હાથ નીચે 30થી 35 લોકો કામ કરતા હતા. ઘરમાંથી સુસાઈડ નોટ અને એક ખાલી બોતલ પણ મળી છે. જેમાં કદાચ ઝેર હતું. કારણ કે બાકીના સભ્યોના મોત ઝેરના કારણે થયા છે. મનીષના ઘરેથી જે સુસાઈડ નોટ મળી છે, તેમાં ઉધાર આપેલા પૈસા પરત ન મળવાનું કારણ આર્થિક તંગીને લઈને પરિવારે આત્મહત્યા કરી છે.’

‘સુસાઈડનોટમાં કોઈ નામ લખ્યા નથી…’

DCPએ જણાવ્યું કે, પરિવારમાંથી એક વ્યક્તિએ ફાંસો ખાધો અને છ લોકોએ ઝેરી વસ્તુ પીધી હોવાનું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે. આ મામલે જે લખાણ લખ્યું છે તેને વેરિફાઈ કરવાની કામગીરી ચાલી રહી છે. લખાણમાં તેમણે કોઈના નામ લખ્યા નથી, પરંતુ પૈસા ઉધાર હશે તે લેવાના બાકી છે, તેવું કારણ જણાવ્યું છે.

‘મનીષ સોલંકીએ ખુદ ફાંસી લગાવી તે પહેલા…’

ઘટનાને લઈને સુરતના મેયર નિરંજન ઝાંઝમેરાએ કહ્યું કે, ‘એવું જણાય આવે છે કે, મનીષ સોલંકીએ ખુદને ફાંસી લગાવતા પહેલા પરિવારના સભ્યોને ઝેર પિવડાવ્યું. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે.’

Source link

You may also like

Leave a Comment