કેમિકલ બનાવતી કંપની એથર ઈન્ડસ્ટ્રીઝમાં ભયંકર આગ લાગી ગઈ હતી
આ ઘટનામાં લગભગ 24 જેટલાં કર્મચારીઓ દાઝી ગયાની માહિતી મળી રહી છે
Updated: Nov 29th, 2023
સુરતથી એક મોટા સમાચાર સામે આવ્યા. અહીં સચિન વિસ્તારમાં કેમિકલ બનાવતી કંપની એથર ઈન્ડસ્ટ્રીઝમાં ભયંકર આગ લાગી ગઈ હતી. જેના પગલે હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં લગભગ 24 જેટલાં કર્મચારીઓ દાઝી ગયાની માહિતી મળી રહી છે.
#WATCH | Gujarat: A massive fire broke out in a chemical factory in the Sachin Gidc area of Surat. Fire tenders present at the spot. More details awaited. pic.twitter.com/pz2tzyGJnI
— ANI (@ANI) November 29, 2023
ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે
માહિતી અનુસાર આગ ઓલવવાના પ્રયાસરૂપે ફાયરબ્રિગેડની એક મોટી ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. જેના બાદ કલાકો સુધી આગ ઓલવવાનો પ્રયાસ કરાયો હતો. ઘાયલ કર્મચારીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. રાતે બે વાગ્યે આસપાસ આ ઘટના બની હોવાની જાણકારી મળી રહી છે.
આગ લાગવાનું કારણ શું?
પ્રાથમિક તપાસમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એથર ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં આવેલા કેમિકલ પ્લાન્ટના સ્ટોરેજ ટેન્કમાં પ્રચંડ વિસ્ફોટ થવાને કારણે આગ ફાટી નીકળી હોવાની જાણકારી અપાઇ છે.