સુરત પાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા ઈ-વ્હીકલ ચાર્જીંગ સ્ટેશન નોધારા બન્યા

by Aadhya
0 comment 2 minutes read

Updated: Oct 6th, 2023


– સુરત પાલિકાએ શહેરમાં 48 થી વધુ ચાર્જીંગ સ્ટેશન બનાવ્યા પણ ઉપયોગ નહિવત

– પાલિકાએ બનાવેલા ચાર્જીંગ સ્ટેશનમાં કોઈ જગ્યાએ કુતરાનો કબ્જો તો કોઈ જગ્યાએ બાળકો રમે છે : ચાર્જીંગ સ્ટેશનની જાળવણી સામે પણ અનેક પ્રશ્નો 

સુરત,તા.6 ઓક્ટોબર 2023,શુક્રવાર

સુરત શહેરમાં પર્યાવરણની જાળવણી માટે સુરત પાલિકાએ ઈ-વ્હીકલ પોલીસી બનાવી છે અને શહેરમાં પીપીપી ધોરણે ચાર્જીંગ સ્ટેશન પણ શરૂ કર્યા છે. પરંતુ ઘરે ચાર્જિંગ અને ચાર્જીંગ સ્ટેશન પરના ખર્ચમાં મોટો તફાવત હોવાથી અનેક ચાર્જીંગ સ્ટેશનનો ઉપયોગ નહિવત જોવા મળી રહ્યો છે ચાર્જીંગ સ્ટેશન પર કાર ચાર્જિંગ માટે આવતી ન હોવાથી કેટલીક જગ્યાએ કુતરાઓ બેઠા હોય છે તો કેટલીક જગ્યાએ બાળકો રમતા હોય છે. આવી સ્થિતિના કારણે ચાર્જીંગ સ્ટેશનની જાળવણી સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે. 

સુરત સહિત સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તેની સાથે જ સુરત મ્યુનિ.એ ઈલેક્ટ્રી વાહન માટે પ્રોત્સાહક પોલિસી જાહેર કરી છે તેના કારણે સુરતમાં ઈ-વ્હીકલ સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં ઈ-વ્હીકલ વધી રહ્યાં છે તેની સામે પાલિકાએ ઈ-વ્હીકલ ચાર્જીંગ સ્ટેશન બનાવવાનું શરૂ કર્યું છે. આ ઈ-વ્હીકલ ચાર્જીંગ સ્ટેશન માટે પાલિકાએ કોન્ટરાક્ટ આપ્યા છે પરંતુ તેની કામગીરી રેઢિયાળ હોવાની અનેક ફરિયાદ બહાર આવી રહી છે.

 નવસારી બજાર ગોપી તળાવ બહાર ચાર્જીંગ સ્ટેશન બનાવ્યું છે તેના પર ભાગ્યે જ કોઈ કાર ચાર્જિંગમાં આવે છે. આ ઉપરાંત આ જગ્યાએ લાખો રૂપિયાનો ખર્ચ કરીને સ્ટેશન બનાવ્યું છે પરંતુ જાળવણી કરનાર વ્યક્તિ સ્થળ પર હાજર ન હોવાથી બાળકો આ જગ્યાએ રમતો રમે છે. ભુલથી બાળકો ચાર્જિંગ સ્ટેશનમાં કોઈ વાયરને અડકી જાય તો જીવ જાય તેવી શક્યતા નકારી શકાતી નથી. તો બીજી તરફ પાલનપોર વિસ્તારમાં ચાર્જિંગ સ્ટેશન બનાવ્યું છે તેના પર મોટાભાગે કુતરા બેઠેલા હોય છે. આવી સ્થિતિ હોવાથી હોવાથી ચાર્જીંગ સ્ટેશનની જાળવણી સામે પ્રશ્નો ઉભા થયા છે. 

પાલિકા લાખો રૂપિયાનો ખર્ચ કરીને ચાર્જીંગ સ્ટેશન બનાવી રહી છે તેની જાળવણી યોગ્ય થાય અને વધુમાં વધુ લોકો આ જગ્યાનો ઉપયોગ કરે તે મુજબની કામગીરી કરવા માટે માગણી થઈ રહી છે.

Source link

You may also like

Leave a Comment