સુરત, તાપી, નવસારી, વલસાડના મહેસુલ પંચના કેસોની સુનાવણી સુરતમાં થશે

by Aadhya
0 comment 3 minutes read

– જાન્યુઆરીથી ડિસેમ્બર મહિને બે વાર સુનાવણી થશે : સુરતના કેસોની ઓનલાઇન
સુનાવણી સફળ રહેતા રાજય મહેસુલ પંચનો નિર્ણય

                સુરત

મામલતદાર
થી લઇને જિલ્લા કલેકટર દ્વારા જે હુકમો થયા હોઇ તે હુકમથી નારાજ થઇને ઉપલી અદાલત
એટલે કે અમદાવાદ ખાતે રાજયના મહેસુલ પંચ( એસએસઆરડી ) સમક્ષ ચાલતા કેસોની
સુનાવણીમાં સુરત
, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાના પક્ષકારો કે વકીલોએ
હવે અમદાવાદ ધક્કો ખાવો પડશે નહીં. જાન્યુઆરી થી દર મહિને બે દિવસ સુરતમાં ચાર
જિલ્લાના  કેસોની સુનાવણી થશે.

જમીન
તકરારના કે અન્ય તકરારી કેસોમાં મામલતદાર
,
પ્રાંત ઓફિસર અને છેલ્લે જિલ્લા કલેકટરની કોર્ટમાં સુનાવણી રખાઇ છે.
જેમાં વાદી- પ્રતિવાદી એમ બન્ને પક્ષોના કેસોની સુનાવણી થયા બાદ જિલ્લા કલેકટર
દ્વારા કોઇ પણ એકના પક્ષમાં ચૂકાદો આપતા હોય છે. આ ચૂકાદાથી નારાજ થઇને ઉપલી અદાલત
એટલે કે ગુજરાત મહેસુલ પંચ સમક્ષ કેસ દાખલ કરવો પડે છે. અને ત્યાં સુનાવણી થાય છે.
આ મહેસુલ પંચની કોર્ટ અમદાવાદ ખાતે આવી છે. આથી સુરતથી દક્ષિણ ગુજરાતના કોઇ પણ
જિલ્લામાંથી કેસોની લડત ચલાવવા માટે અમદાવાદ સુધી દોડવુ પડે છે. પક્ષકારોનો ધક્કો
ઓછો થાય તે માટે સુરત જિલ્લા કલેકટર દ્વારા ગાંધીનગર મહેસુલ વિભાગમાં રજુઆત કરતા
સુરતના મહેસુલ પંચના કેસોની ઓનલાઇન સુનાવણી રખાઇ હતી. જેમાં સફળતા મળતા રાજય
મહેસુલ પંચ દ્વારા હવે સુરતના જ નહીં. વલસાડ
, તાપી, નવસારી એમ ચાર જિલ્લાના મહેસુલ પંચના કેસોની સુનાવણી સુરતમાં રાખવાનો
નિર્ણય લીધો છે.

આગામી
જાન્યુઆરી-૨૦૨૪ થી આખા વર્ષ દરમ્યાન મહિનાના બે દિવસ સુરત
, નવસારી, તાપી, વલસાડ જિલ્લાના કેસોની સુનાવણી સુરત ખાતે
અઠવાલાઇન્સ જિલ્લા સેવાસદન એ બ્લોક પ્રથમ માળ ગેટ નં.૩ ની પાછળના ભાગે સર્કિટ
હાઉસની સામે થશે. સુરત
, નવસારી, તાપી
અને વલસાડ જિલ્લાના પક્ષકારોની સગવડતાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હતો. આમ
હવે મહેસુલ પંચના કેસો માટે અમદાવાદ ધક્કા ખાવા પડશે નહીં.

આ તારીખે
સુનાવણી રાખવામાં આવશે

 ૧૮ થી ૧૯ જાન્યુઆરી, ફેબુ્રઆરીમાં ૨૨ થી ૨૩,
માર્ચ-એપ્રિલમાં ૨૫ થી ૨૬, મે ૨૭ થી ૨૮,
જુન-જુલાઇમાં ૨૫ થી ૨૬ દરમ્યાન, ઓગસ્ટમાં ૨૯
થી ૩૦
, સપ્ટેમ્બરમાં ૨૬ થી ૨૭, ઓકટોબરમાં
૨૪ થી૨૫
, નવેમ્બરમાં ૨૮ થી ૨૯ અને ડિસેમ્બરમાં ૨૬ થી ૨૭
ડિસેમ્બરના રોજ સુનાવણી રાખવામાં આવી છે.

સુરતમાં એસએસઆરડીની
કોર્ટ શરૃ થતા સ્ટાફ ઉભો કરાશે

સુરતમાં
ચાર જિલ્લાની મહેસુલ પંચની કોર્ટ જાન્યુઆરી થી શરૃ થતા પક્ષકારોની અરજી થી લઇને જવાબો
રજુ કરવા તેમજ કોર્ટને લગતી કામગીરી માટે કર્મચારીઓની પણ નિમણુંક કરી દેવામાં આવશે.
આ માટે એક ડેપ્યુટી મામલતદાર ની સાથે જરૃરી સ્ટાફ માટેનો ઓર્ડર ટુક સમયમાં થશે.

Source link

You may also like

Leave a Comment