સુરત વિશ્વનું સૌથી સુરક્ષિત અને સુગમ ડાયમંડ ટ્રેડિંગ હબ બની જશે: મુખ્યમંત્રી

by Aadhya
0 comment 3 minutes read

Updated: Dec 17th, 2023

 

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ બનવાથી હવે ડાયમંડ કેપીટલ સીધુ વિશ્વ સાથે જોડાશે અને ડાયમંડ એક્સપોર્ટને ગ્લોબલ પ્લેટફોર્મ મળશે  

સુરત, તા. 17 ડિસેમ્બર 2023 રવિવાર

સુરતના ડાયમંડ બુર્સ ના લોકાર્પણ સાથે સુરત વિશ્વનું સૌથી સુરક્ષિત અને સુગમ ડાયમંડ ટ્રેડિંગ હબ બની જશે. તેવો  વિશ્વાસ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દર્શાવ્યો હતો. તેઓએ  સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ બનવાથી હવે ડાયમંડ કેપીટલ સીધુ વિશ્વ સાથે જોડાશે અને ડાયમંડ એક્સપોર્ટને ગ્લોબલ પ્લેટફોર્મ મળશે તેવું પણ જણાવી હવે દેશના વિકાસમાં સુરત નો ફાળો વધશે તેમ પણ કહ્યું હતું. 

સુરતના ડાયમંડ બુર્સ ના લોકાર્પણ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ત્રણ રાજ્યોમાં ભાજપનો ભવ્ય વિજયના શિલ્પકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચુંટણી પરિણામ બાદ પહેલી વાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે  તેમનો આવકાર કરીએ છીએ વિકાસની રાજનીતિ શું કહેવાય, અને વિકાસ કેવો હોય તેની અનુભૂતિ દેશને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીએ કરાવી છે.  અત્યાર સુધી મોદી હે તો  મુમકીન હે એવું કહેવાતું હતું પરંતુ હવે વિકાસની ગેરંટી એટલે મોદી કહેવાય તેવો વિશ્વાસ લોકોને પાક્કો થઈ ગયો છે. વિકસિત ભારત નો સંકલ્પ સાથે વડા પ્રધાન મોદીએ એક નવો જ ઈતિહાસ રચ્યો છે.

 

ગુજરાતની વિઝનરી લીડરશીપ નો લાભ ગુજરાતને 2001થી મળતો રહ્યો છે કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ ગુજરાતમાં ડબલ એન્જિન સરકાર સાથે ગુજરાત વિકાસનું મોડલ બ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દાયકામાં વડા પ્રધાનના વિઝનનું બેસ્ટ ઉદાહરણ આજનું આ ડાયમંડ બુર્સ છે. સુરત મહાનગર ટેક્સટાઇલ ઈન્ડના હસ  સાથે અનેક ઉદ્યોગ, વેપાર થકી દેશના લાખો લોકોને રોજગારી આપતું કોસ્મોપોલિટન સીટી બન્યું છે. સુરત મીની ઈન્ડિયા બની ગયું છે તે કાપડ સાથે હીરા ઉદ્યોગ સાથે પ્રખ્યાત છે.  સુરતના હીરા ઉદ્યોગને ગ્લોબલ ચમક આપીને વિશ્વ સમક્ષ આધુનિક ઓપ સાથે મોકલવાનું સ્વપ્ન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેવ્યું હતું તેમના વિઝન ના કારણે ડ્રીમ સીટી અને ડાયમંડ  બુર્સ સાકાર થયું છે. 35 એકર માં સાકાર થયેલું આ ડાયમંડ બુર્સ ગ્લોબલ સેન્ટર બનશે તેમાં કોઈ બે મત નથી. 

વિશ્વના સૌથી મોટા અને વિશાળ  ઓફિસ કોમ્પ્લેક્સ તરીકે સાકાર થયેલું ડાયમંડ બુર્સ આધુનિક ભારતના નિર્માણની વડા પ્રધાન મોદીની પહેલ છે. અહીં દોઢ લાખથી વધુ લોકોને રોજગારી મળશે. ડાયમંડ કેપીટલ ગણાતા સુરતમાં  આ ડાયમંડ બુર્સ  ફુલ ફ્લેગ કાર્યરત થવાથી સુરત વિશ્વનું સૌથી સુરક્ષિત અને સુગમ ડાયમંડ ટ્રેડિંગ હબ બની જશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની પાંચમી મોટી આર્થિક સત્તા બન્યું છે.  2024ાં દેશની જનતાનો ભરોસો મળવી નરેન્દ્રભાઈ ત્રીજીવાર વડાપ્રધાન બનશે તે નિશ્ચિત છે તેમની ત્રીજી ટર્મમાં ભારત વિશ્વની થર્ડ લાર્જેસ્ટ ઈકોનોમી બનાવાની છે તે ઈકોનોમીમાં  સુરત ડાયમંડ બુર્સ અગ્રેસર રહેશે.  મોદી સરકારમાં વેપાર, વાણિજ્ય, ઉદ્યોગ, કૃષિ, ગ્રામ વિકાસ, અંત્યોદય સહિત તમામ  ક્ષેત્રમાં સતત વિકાસ થયો છે અને દેશના લોકોના જીવનમાં પણ વિકાસ થયો છે. 

2014 પહેલાં દેશમાં 74 એરપોર્ટ હતા તે નવ વર્ષમાં વધીને 149 થયા છે આજે સુરતના ઈન્ટરનેશનલ એરપોર્ટ ગિફ્ટ તેમના હાથે મળી છે.   સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ બનવાથી હવે ડાયમંડ કેપીટલ સીધુ વિશ્વ સાથે જોડાશે અને ડાયમંડ એક્સપોર્ટને ગ્લોબલ પ્લેટફોર્મ મળશે અને નવી ઉડાન પણ મળશે.

Source link

You may also like

Leave a Comment