26
Updated: Dec 31st, 2023
સુરત, તા. 31 ડિસેમ્બર 2023, રવિવાર
રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આવતીકાલ જાન્યુઆરીના રોજ સવારે સાત વાગે સુરત શહેરના ડુમસ બીચ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ તથા ચોક બજાર સ્થિત કિલ્લા ખાતે સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાશે. જેમાં મુખ્ય કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે.
પાલિકા કમિશનર શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકા, જિલ્લા રમત ગમત વિભાગ, યોગ બોર્ડ તથા યુવા બોર્ડ સહયોગથી આયોજિત આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં શહેરીજનો ભાગ લેવા અનુરોધ કરાયો છે.