● આવક વેરામાં કોઈ ફેરફાર નહીં
● ભારતનો વિકાસદર 9.27% રહેવાનું અનુમાન
● ખેડૂતોની આવક વધારવા માટે પીપીપી મોડમાં યોજના શરુ કરાશે.
● આગામી ત્રણ વર્ષમાં 400 વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવશે .
● ગંગા કિનારે પાંચ કિમીનો કોરિડોર બનાવવામાં આવશે.
● એક વર્ષમાં PM આવાસ યોજના હેઠળ 80 લાખ ઘર બનાવવામાં આવશે.
● ઓર્ગેનિક ખેતી પર સરકારનો ભાર, ખેડૂતોને ડિઝીટલ સર્વિસ મળશે.
● નલ સે જલ યોજના માટે 60 હજાર કરોડ રૂપિયા ફાળવાયા.
● જમીન માટે વન નેશન, વન રજિસ્ટ્રેશનની જાહેરાત.
● આગામી નાણાંકીય વર્ષ 2022-23માં જ 5Gની શરૂઆત કરી દેવાશે .
● RBIની ડિજિટલ કરન્સી બ્લોક ચેન ટેકનિક પર જ આધારિત હશે, માળખું મજબૂત કરવામાં આવશે.
● કરદાતાઓ 2 વર્ષ સુધી પોતાનું અપડેટેડ IT રિટર્ન ફાઈલ કરી શકશે :
● કો-ઓપરેટિવ સોસાયટી માટે 18 ટકાનો ટેક્સ ઘટાડીને 15 ટકા MAT કરાયો : નાણામંત્રી
● ક્રિપ્ટોકરન્સીથી થયેલી આવક પર સરકારે 30 ટકા ટેક્સની કરી જાહેરાત
● હીરા અને રત્નો પર કસ્ટમ ડ્યૂટી ઘટાડીણે 5 ટકા કરાઇ
● 68 ટકા સંરક્ષણ ઉપકરણો દેશમાં જ બનાવવામાં આવશે.
● ઇમરજન્સી ક્રેડિટ લાઇન યોજના આવતા વર્ષ સુધી ચાલુ રહેશે.
● નેશનલ ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ માટે એક ઓપન પ્લેટફોર્મ શરૂ કરવામાં આવશે.
● બિઝનેસ કરવામાં સરળતા માટે 1486 નકામા કાયદાઓ નાબૂદ કરવામાં આવશે.
● ઈ-પાસપોર્ટ અપાશે.
● 2022માં 1.5 લાખ પોસ્ટ ઓફિસમાં કોર બેન્કિંગ સિસ્ટમ 100 ટકા હશે.
● 75 જિલ્લામાં 75 ડિજિટલ બેન્કિંગ યુનિટ શરૂ કરશે.
● એક વર્ગ એક ટીવી ચેનલને 12 થી વધારીને 200 ટીવી ચેનલો કરવામાં આવશે. આ ઉપરાંત ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે.
● ખેડૂતોને ડિજિટલ સેવાઓ પૂરી પાડવામાં આવશે અને ડ્રોન દ્વારા કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપશે.
● ભણતરમાં ખેતીને લગતા અભ્યાસક્રમો ઉમેરવામાં આવશે
● 2022-23ની વચ્ચે નેશનલ હાઈવેની લંબાઈ વધારીને 25,000 કિમી કરવામાં આવશે.
● આત્મનિર્ભર ભારતમાંથી 16 લાખ યુવાનોને નોકરી આપવામાં આવશે.
● LICનો IPO ટૂંક સમયમાં આવશે
જાણો 2022 નું જાહેર થયેલા બજેટ વિશે.
66