હત્યા કેસના આરોપીની જામીનની માંગ રૃા.10 હજારની કોસ્ટ સાથે નકારાઈ

by Aadhya
0 comment 2 minutes read

Updated: Dec 7th, 2023


સુરત

ખોટા
કારણો આપી ફરી અરજી કરતા કોર્ટે અદાલતનો કિંમતી સમય વેડફવા બદલ  કોસ્ટ ભરવા હુકમ કર્યો

   

સલાબતપુરા
પોલીસે હત્યા તથા હત્યાના પ્રયાસના ગુનામાં 
જેલભેગો કરેલા આરોપીએ જામીન નકારાયા બાદ ફરી
20 દિવસમાં જામીન માંગતા
એડીશ્નલ સેશન્સ જજ રીતેશકુમાર કે.મોઢે ખોટા બનાવટી કારણો રજુ કરી કોર્ટનો કિંમતી સમય
વેડફવા બદલ આરોપીને
10 હજારની ખર્ચ પેટે ભરવા હુકમ કરી જામીન
અરજી નકારી કાઢી હતી.

સલાબતપુરા
પોલીસની હકુમતના વિસ્તારમાં ફરિયાદી તથા તેના મિત્ર અલ્તાફ ઉર્ફે પમ્પ કૌશર શેખ પર
ગેરકાયદે મંડળી રચી પ્રાણઘાતક હથિયાર ધારણ કરીને જીવલેણ હુમલો  કરી અલ્તા શેખની હત્યા કરવાના ગુનામાં
23 વર્ષીય આરોપી શેરખાન ઉર્ફે
ભુરો સત્તારખાન ઉર્ફે દાઢી પઠાણ
, સદ્દામ દાઢી, આઝાદ, ચાંદ, કાલુ, રૃબીના વગેરેએ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં જેલવાસ ભોગવતા આરોપી અલ્તાફ
ઉર્ફે પમ્પ કૌશર શેખે અગાઉ કરેલા જામીનની માંગ કોર્ટે તા.
10 નવેમ્બરે
નકારી કાઢી હતી.તેમ છતાં
20 જ દિવસમાં ફરીથી પોતાની ગુનાઈત ભુમિકા
મર્યાદિત હોવાનું જણાવીને જામીન માટે માગ્યા હતા. જેના વિરોધમાં સરકારપક્ષે જણાવ્યું
હતું કે આરોપી દ્વારા નવા કોઈ સંજોગો ઉફા થયા ન હોવા છતાં માત્ર અદાલત દ્વારા તેઓને
કરેલી દલીલો પુરાવામાં સામેલ  રાખેલ ન હોવાના
મોઘમ કારણ જણાવી હાલની જામીન અરજી રજુ કરી છે.

આરોપી
અવારનવાર આવા ખોટા કારણોસર અરજીઓ કરી અદાલતનો કિંમતી સમય વેડફવાની ટેવવાળા હોઈ
અરજી ખર્ચ સાથે રદ કરી જોઇએ. જેને કોર્ટે માન્ય રાખી આરોપીની અરજી નકારી રૃા.
10 હજાર કોસ્ટ સુરત
જિલ્લા કાનુની સેવા સત્તામંડળમાં
30 દિવસમા ંજમા કરાવવા હુકમ
કર્યો હતો.

Source link

You may also like

Leave a Comment