પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા બાદ નવા નાણાકીય વર્ષમાં દેશની જનતા પર નવો બોજ આવવાના સંકેતો મળી રહ્યા છે. દેશમાં સ્થાનિક રીતે ઉત્પાદિત કુદરતી ગેસની કિંમત દર વર્ષે એપ્રિલ અને ઓક્ટોબરમાં દર છ મહિને વધે છે. પ્રાપ્ત અહેવાલ મુજબ, 1 એપ્રિલથી નવા ભાવ બમણા થવાની સંભાવના છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
KG બેસિનમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગેસના ભાવ પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ દીઠ બમણા ૧૦ ડોલર થવાની ધારણા છે, જ્યારે ONGC ના બોમ્બે હાઈ ના ભાવ ૫.૯૩ ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ થાય એવી શક્યતા છે. હાલમાં, રિલાયન્સના ગેસની કિંમત ડોલર 6.15 છે જ્યારે ONGCની કિંમત ડોલર 2.93 છે.
આ પણ વાંચો : કપાસિયા અને સિંગતેલ તેલમાં તેજીને બ્રેક
આ કિંમત નક્કી કરવા માટે રશિયા, કેનેડા અને અમેરિકન ગેસ વર્તમાન ભાવોના પાછલા વર્ષના સરેરાશ ભાવો પર આધારિત છે.
ONGCનું ઉત્પાદન કેન્દ્ર સરકારના વહીવટી નિયંત્રણ હેઠળ છે જ્યારે રિલાયન્સનો ગેસ ખુલ્લા બજારમાં વેચાય છે. વધતી કિંમતો સ્ટીલ, વીજળી અને ખાતર ઉત્પાદકોને અસર કરશે. જો કે, દેશમાં ઓછા ગેસ આધારિત વીજ ઉત્પાદનનો ગ્રાહકો પર મોટો બોજ પડશે નહીં. ખાતરની કિંમતો વધશે પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવતી હોવાથી ખેડૂતોની તિજોરી પર તેની વધુ અસર પડશે, એમ ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું.