Updated: Dec 17th, 2023
સુરત, તા. 17 ડિસેમ્બર 2023 રવિવાર
સુરતના ડાયમંડ બુર્સનું લોકાર્પણ વડાપ્રધાન કરવાના હોય આયોજકો દ્વારા મેદની ભેગી કરી હતી પરંતુ ત્યાર બાદ આયોજનના અભાવે સભા પૂરી થયા બાદ હોબાળો થયો હતો અને ભોજન સમારંભમાં અફરા તફરી થઈ ગઈ હતી. એટલું જ નહી પરંતુ કાર્યક્રમ પૂરો થયા બાદ લોકોને પોતાના વાહન સુધી જવા માટે પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સુરત ડાયમંડ બુર્સ નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન આવનારા હોય સભા માટે મેદની ભેગી કરવા માટે આયોજકોએ એડી ચોટીનું જોર લગાવી દીધું હતું. જેના માટે ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આયોજકો દ્વારા નબળું આયોજન કર્યું હોવાથી ભોજન સમારંભમાં અફરા તફરી થઈ ગઈ હતી. લોકો હાથમાં ડીશ લઈને દોડતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત ડાયમંડ બુર્સ નો કાર્યક્રમ પૂરો થયા બાદ લોકોને વાહન પાર્ક કર્યા હતા તે સ્થળે જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો