71
જી-20 સંગઠનનાં વિકાસ માટેનાં કાર્યકારી જૂથની બેઠકનો ભારતનો અઘ્યક્ષપદે
આવતીકાલથી મુંબઈમાં આરંભ થશે.
આવતીકાલથી ચાર દિવસ સુધી યોજાનારી આ બેઠકમાં વિકસીત અને વિકાસલક્ષી
દેશો માટેનાં અગત્યનાં મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણા કરાશે.
ભારતે વિકાસશીલ દેશોનો આવાજ જી-20 સંગઠનમાં ઉઠાવવાની નેમ લીધી હોવાથી
આવતીકાલથી શરૂ થતી બેઠકમાં જી-20 સંગઠનનાં નિર્ણયોમાં વિકાસશીલ દેશોને મહત્વની
કામગીરી સોંપવા ભારત રજૂઆત કરશે.
એવી જ રીતે જી-20 ફાઈનાન્સ અને સેન્ટ્રલ બેંક ડેપ્યુટીઓની બેઠકનો પણ
આવતીકાલથી બેંગલુરૂમાં આરંભ થશે.