Updated: Jan 7th, 2024
Image Source: Freepik
– હાઇડ્રોલિક વિભાગની કામગીરીને પગલે
– વરાછા મેઈન રોડ પર સીએનજી પમ્પ પાસે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેની ઓવરહેડ ટાંકીની સફાઈની કામગીરી હાથ ધરાશે
સુરત, તા. 07 જાન્યુઆરી 2024, રવિવાર
સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગની કામગીરીને પગલે આગામી 9 અને 10 જાન્યુઆરીના રોજ વરાછા ઝોનમાં આવેલા મોટા વરાછાના અનેક વિસ્તારમાં પાણી પુરવઠો મળશે નહીં.
હાલ શિયાળાને કારણે પાણીની માંગમાં ઘટાડો થયો હોવાથી સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ જળ વિતરણ મથકની ટાંકીની સફાઈ નું કામ ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે વરાછા મેઈન રોડ પર સીએનજી પમ્પ પાસે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેની ઓવરહેડ ટાંકીની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે. આ પાણીની ટાંકી ની સફાઈને પગલે આગામી 9 અને 10 જાન્યુઆરીના રોજ પાણી પુરવઠો અવરોધાશે.
વરાછા મુખ્ય રસ્તા પર સી.એન.જી. પમ્પ પાસે મોટા વરાછા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે આવેલ ઓવરહેડ
ટાંકી એમ-૨ ખાતે પાણીની નળીકાના મરામત અને નિભાવની કામગીરી હાથ ધરવામાં આવવાની હોય મોટા વરાછા ના સુદામા ચોકથી ગોલ્ડન સ્કેવેર થઇ મહારાજા ફાર્મ સુધીનો વિસ્તાર, મહારાજા ફાર્મથી રામચોકનો આસપાસનો વિસ્તાર અને રામચોકથી સુદામા ચોક સુધીનો વિસ્તારમાં 9 અને 10 જાન્યુઆરીના રોજ પાણી પુરવઠો મળશે નહીં. આ સમય દરમિયાન આ વિસ્તારના લોકોને જરૂરિયાત મુજબનું પાણી પુરવઠો નો સંગ્રહ કરવા તથા ઘર કરકસરથી પાણીનો ઉપયોગ કરવા પાલિકા તંત્ર એ અપીલ કરી છે.