અદાણી ગ્રુપની ત્રણ કંપનીઓને એક્સચેન્જ દ્વારા મોનિટરિંગમાંથી બહાર કાઢવામાં આવી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) એ અદાણી ગ્રૂપની ત્રણ કંપનીઓ – અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પાવર અને અદાણી વિલ્મર -ને ટૂંકા ગાળાના વધારાના સર્વેલન્સ નોર્મ્સ (ASM)માંથી મુક્તિ આપી છે. હવે આ સ્ટોક્સનું મોનિટરિંગ આજથી એટલે કે 17 માર્ચથી નાબૂદ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, અદાણી ગ્રુપની આ ત્રણ કંપનીઓને 8 માર્ચે BSE અને NSE દ્વારા ASM ફ્રેમવર્કમાં મૂકવામાં આવી હતી.
વધુમાં, NSE એ જણાવ્યું હતું કે ASM પહેલા નિર્ધારિત માર્જિન આ સિક્યોરિટીઝ પરના તમામ હાલના ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ પર પુનઃસ્થાપિત કરવામાં આવશે.
અદાણી ગ્રૂપની સાથે, ટાટા ટેલિસર્વિસિસ (મહારાષ્ટ્ર) લિમિટેડ (ટીટીએમએલ) પણ એએસએમ ફ્રેમવર્કમાંથી બહાર કાઢવામાં આવેલ સ્ટોક છે. એક્સ્ચેન્જોએ ગુરુવારે જણાવ્યું હતું કે માર્જિનનો લાગુ દર 50 ટકા અથવા વર્તમાન માર્જિન, બેમાંથી જે વધારે હોય તે, મહત્તમ માર્જિન 100 ટકાના દરને આધીન હશે.
ASM શું છે
ASM ફ્રેમવર્ક હેઠળ શેર મૂકવાનો અર્થ એ છે કે ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ માટે 100 ટકા અપફ્રન્ટ માર્જિન જરૂરી રહેશે. શેરોની ઊંચી વોલેટિલિટી દરમિયાન રોકાણકારોને ટૂંકા ગાળાના વેચાણથી બચાવવા માટે, એક્સચેન્જો એએસએમ ફ્રેમવર્કમાં ટૂંકા ગાળાના અથવા લાંબા ગાળા માટે શેર ખસેડે છે.