પાંડેસરામાં ભર બપોરે કેફી પીણું પીવડાવીને ત્રણ શ્રમિકને લૂંટી લીધા

by Aadhya
0 comment 2 minutes read

Updated: Sep 26th, 2023

મજુરી કામ કરવા લઇ ગયા બાદ નાસ્તા કરાવ્યો તેમાં કેફી
પીણું પીવડાવી દીધું
; ત્રણેયના મોબાઇલ ફોન અને રોકડ રકમ કાઢી લીધી

 સુરત,:

પાંડેસરામાં
સોમવારે બપોરે મજુરી કામ કરવા માટે ગઠીયાઓ ત્રણ શ્રમજીવીને રીક્ષામાં લઇ ગયા હતા.
જોકે નાસ્તો કરી લો બાદ કામ કરજો
,
એવુ કહીને ત્રણને કેફી પીણું પીવડાવીને ગઠીયાઓ ત્રણના મોબાઇલ અને
રોડક રૃપિયા કાઢીને ભાગી છુટયા હતા. જોકે ત્રણેને સારવાર માટે નવી સિવિલમાં
ખસેડાયા હતા.

નવી
સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં ભક્તિનગરમાં રહેતો ૨૭ વર્ષીય ગોપાલ ઓમપ્રકાશ
જેસ્વાલ તથા તેના મિત્ર બિંદીયાચલ રધુનાથ જેસ્વાલ (ઉ-વ-૪૦ ) અને ડબ્લ્યુકુમાર
રાજેન્દ્ર શાહ (ઉ-વ-૨૬- બંને રહે- ભક્તિનગર
,પાંડેસરા) સોમવારે બપોરે પાંડેસરામાં દકક્ષશ્વેર  પાસે મજુરી કામ માટે કોઇ લઇ જાય, જેની રાહ જોઇને ઉભા હતા. તે સમયે ત્રણે પાસે ગઠીયો આવીને કહ્યુ કે તેમને
મજુરી કામ માટે આવવાનું છે
, એવુ કહીને રીક્ષામાં ત્રણેને
બસાડીને બે ગઠીયોએ ભેસ્તાન બ્રીજ પાસે લઇ ગયા હતા. ત્યાં ગઠીયાઓ ત્રણેને પહેલા નાસ્તો
કરવાવ્યો બાદ કેફી પીણું પીડાવ્યુ હતુ. બાદમાં થોડા સમયમાં ત્રણે બેભાન થઇ ગયા
હતા. જોકે મોડી રાતે ડબ્લ્યુકુમારને થોડુ ભાનમાં આવ્યુ હતું. જોકે તે અર્ધબેભાન
હાલતમાં રીક્ષામાં બેસીને ઘરે ગયો હતો. બાદમાં ગોપાલ અને બિંદીયાચલને તેના પરિચિત
શોધતા શોધતા ભેસ્તાન બ્રીજ પાસે આજે મંગળવારે ગયા હતા. ત્યાં તેઓ અર્ધબેભાન હાલમાં
પડેલા હોવાથી સારવાર માટે હોમગાર્ડ રાજેન્દ્ર મિશ્રા નવી સિવિલમાં લાવ્યા હતા.
જયારે ડબ્લ્યુકુમારને પણ સારવાર અર્થે લાવ્યા હતા. જયાં બિંદીયાચલ અને ગોપાલને
વોર્ડમાં દાખલ કર્યા છે. જયારે ડબ્લ્યુકુમાર કહ્યુ કે ગઠીયાઓ કેફી પીણું પીવડાવતા
ત્રણ બેભાન થઇ ગયા હતા. બાદમાં ત્રણેના મોબાઇલ ફોન અને ત્રણે પાસેથી અમુક રોકડ
રૃપિયા કાઢી લીધા હોવાના આક્ષેપ કર્યા હતા.

Source link

You may also like

Leave a Comment