વાહન નિર્માતા કંપની ટોયોટા કિર્લોસ્કર મોટર (TKM) એ માર્ચમાં 18,670 યુનિટના વેચાણમાં વાર્ષિક ધોરણે નવ ટકા વૃદ્ધિ નોંધાવી હતી. શનિવારે આ માહિતી આપતાં કંપનીએ કહ્યું કે માર્ચ 2022માં સ્થાનિક બજારમાં 17,131 વાહનોનું વેચાણ થયું હતું.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સમાપ્ત થયેલા નાણાકીય વર્ષમાં તેનું જથ્થાબંધ વેચાણ 41 ટકાના વધારા સાથે 1,74,015 યુનિટ થયું હતું, જ્યારે નાણાકીય વર્ષ 2021-22માં તેણે 1,23,770 યુનિટ્સનું વેચાણ કર્યું હતું.
ટીકેએમના વીપી (સેલ્સ એન્ડ સ્ટ્રેટેજિક માર્કેટિંગ) અતુલ સૂદે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે આ નાણાકીય વર્ષનો સકારાત્મક નોંધ પર અંત કરતાં ખૂબ જ ખુશ છીએ અને નાણાકીય વર્ષ 2024-25માં સમાન ગતિ અને વૃદ્ધિની અપેક્ષા રાખીએ છીએ.”