તુનીશાના જીવનમાં એવું શું બન્યું કે તે આટલું મોટું પગલું ભરવું પડ્યું. તે હજુ કોઈ સમજી શક્યું નથી
જેવી તેને આ હાલતમાં સેટ પર જોઈ તો તાત્કાલિક તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવી પરંતુ તેને બચાવી ના શકાઈ
6 કલાક પહેલા કરી હતી છેલ્લી પોસ્ટ
જણાવી દઈએ કે અલીબાબા પહેલા તે ઘણી સિરિયલોમાં આવી ચૂકી છે. તેણે ચક્રવર્તી અશોક સમ્રાટ, ગબ્બર પુંછવાલા, મહારાણા પ્રતાપ, ઈન્ટરનેટ વાલા લવ અને ઈશ્ક સુભાન અલ્લાહ જેવા શોમાં કામ કરીને ઓળખ મેળવી હતી.
તુનીશા માત્ર નાના પડદા પર જ નહીં પરંતુ ફિલ્મોમાં પણ જોવા મળી હતી. કહાની 2 માં વિદ્યા બાલનની પુત્રીની ભૂમિકા ભજવી હતી અને બાર બાર દેખો અને ફિતુરમાં કેટરીનાના બાળપણનું પાત્ર ભજવતી જોવા મળી હતી. માત્ર 20 વર્ષની ઉંમરમાં તુનીશાએ ઘણું કામ કરી લીધું હતું.
આપઘાત પાછળનું કારણ શું?
અલી બાબા- દાસ્તાન-એ-કાબુલમાં મરિયમની ભૂમિકામાં તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. સફળતાના મોડ પર આવીને આવી રીતે જીવન ગુમાવવું દરેકને આઘાતજનક છે. કોઈ સમજી શક્યું નથી કે તેના જીવનમાં શું ચાલી રહ્યું હતું કે તેણે આવું પગલું ભરવું પડ્યું.