TVS મોટર કંપનીએ તેની પ્રીમિયમ મોટરસાઇકલ બ્રાન્ડ Apache માટે વૈશ્વિક સ્તરે 5 મિલિયન યુનિટના વેચાણનો માઇલસ્ટોન હાંસલ કર્યો છે. આ બાઇક સૌપ્રથમવાર 2005માં લોન્ચ કરવામાં આવી હતી. આ બ્રાન્ડ 60 થી વધુ દેશોમાં હાજર છે. TVS Apache સિરીઝ કંપનીની ફેક્ટરી રેસિંગ બાઇક પર આધારિત છે. રેસ-ટ્યુન્ડ ફ્યુઅલ ઈન્જેક્શન (RT-Fi), રાઈડ મોડ્સ, ડ્યુઅલ ચેનલ ABS, ક્લચ, SmartXonnect, રેસ ટ્યુન્ડ સ્લિપર જેવા ફીચર્સ સહિત તેણે વર્ષોથી ઘણા અપગ્રેડ મેળવ્યા છે.
મોટરસાયકલની બે શ્રેણીઓ
TVS નેકેડ અને સુપર સ્પોર્ટ એમ બે કેટેગરીમાં મોટરસાયકલોની અપાચે શ્રેણી ઓફર કરે છે. RTR અથવા રેસિંગ થ્રોટલ રિસ્પોન્સ શ્રેણીમાં TVS Apache RTR 160, TVS Apache RTR 160 4V, TVS Apache RTR 180 અને TVS Apache RTR 200 4Vનો સમાવેશ થાય છે. કંપનીએ TVS Apache RR 310 (રેસ રેપ્લિકા) સાથે 2017માં સુપર સ્પોર્ટ્સ કેટેગરીમાં પ્રવેશ કર્યો હતો. 2021 માં, તેણે TVS Apache RR 310 માટે BTO (બિલ્ટ-ટુ-ઓર્ડર) પ્લેટફોર્મ રજૂ કર્યું.
સૌથી સસ્તી ટીવીએસ અપાચે
TVS Apache RTR 160 તેમાંથી સૌથી સસ્તું બાઇક છે. ભારતમાં તેની પ્રારંભિક કિંમત રૂ. 1.18 લાખ (એક્સ-શોરૂમ) છે. તે 3 વેરિઅન્ટ અને 5 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. બાઇકમાં 159.7cc એન્જિન છે, જે 15.82 bhpનો મહત્તમ પાવર અને 13.85nmનો ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે.
ભારતમાં પણ જોરદાર વેચાણ
તમને જણાવી દઈએ કે TVS Apache ભારતીય બજારમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. તે છેલ્લા મહિનામાં કંપનીની સૌથી વધુ વેચાતી બાઇક છે. TVS Apache જાન્યુઆરી 2023માં 28,811 યુનિટ્સનું વેચાણ કર્યું છે.