ઈંગ્લેન્ડ-અફઘાનીસ્તાનની મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતા બે દલાલ ઝડપાયા

by Aadhya
0 comment 1 minutes read

Updated: Oct 16th, 2023


– ક્રાઈમ બ્રાન્ચે પાલ સાંઈ સૃષ્ટિ એપાર્ટમેન્ટના ગેટ પાસેથી ઝડપી પાડી ચાર મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ રૂ.15,100 નો મુદ્દામાલ કબજે કર્યો 

– ઓનલાઈન સટ્ટો રમવા આઈડી-પાસવર્ડ આપનાર સ્નેહલ માકુવાળા વોન્ટેડ 

સુરત,તા.16 ઓક્ટોબર 2023,સોમવાર 

હાલ ચાલી રહેલા આઈસીસી વર્લ્ડકપની ઈંગ્લેન્ડ-અફઘાનીસ્તાનની મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતા બે દલાલને ક્રાઈમ બ્રાન્ચે પાલ સાંઈ સૃષ્ટિ એપાર્ટમેન્ટના ગેટ પાસેથી ઝડપી પાડી ચાર મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ રૂ.15,100 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 સુરત ક્રાઈમ બ્રાન્ચે મળેલી બાતમીના આધારે રવિવારે સાંજે પાલ એલ.પી.સવાણી સ્કુલ પાસે સાંઈ સૃષ્ટિ એપાર્ટમેન્ટના ગેટ પાસેથી હાલ ચાલી રહેલા આઈસીસી વર્લ્ડકપની ઈંગ્લેન્ડ-અફઘાનીસ્તાનની મેચ ઉપર પોતાના મોબાઈલ ફોનમાં ઓનલાઈન સટ્ટો રમતા દલાલ કુંજેશ અમરચંદ કાજી (ઉ.વ.65, રહે.901, પૂજા કિરણ એપાર્ટમેન્ટ, આશીર્વાદ એપાર્ટમેન્ટની બાજુમાં, રૂપાલી નહેર, ભટાર રોડ, સુરત ) અને હીરાદલાલ કમલેશ સેવંતીલાલ દોશી (ઉ.વ.52, રહે.ઈ-102, મણિભદ્ર રેસિડન્સી, સેલ પેટ્રોલ પંપની સામે, અડાજણ, સુરત ) ને ઝડપી લીધા હતા.

 ક્રાઈમ બ્રાન્ચે તેમની પાસેથી રૂ.13 હજારની મત્તાના ચાર મોબાઈલ ફોન અને રોકડા રૂ.2100 મળી કુલ રૂ.15,100 નો મુદ્દામાલ કબજે કરી તેમને મોબાઈલ ફોનમાં ઓનલાઈન સટ્ટો રમવા આઈડી-પાસવર્ડ આપનાર સ્નેહલ માકુવાળાને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Source link

You may also like

Leave a Comment