સુરતમાં યુવાન વયની મહિલા સહિત વધુ બે વ્યક્તિના અચાનક મોત

by Aadhya
0 comment 2 minutes read

Updated: Jan 5th, 2024

હજીરાની કંપનીમાં 40 વર્ષીય ઈલેક્ટ્રીશિયન અને
કાપોદ્રામાં ૪૨ વર્ષીય મહિલાનું મોત

સુરત :

સુરત
શહેરામાં છેલ્લા કેટલાક સમયથી એકાએક તબિયત બગડયા બાદ મોતનો સિલસિલો યથાવત રહેવા પામ્યો
છે. તેવા સમયે હજીરાની કંપનીમાં ગુરુવારે રાતે ૪૦ વર્ષીય ઈલેક્ટ્રીશિયન અને કાપોદ્રામાં
આજે શુક્રવારે ૪૨ વર્ષીય મહિલાની તબિયત બગડતા મોત થયુ હતુ.

નવી
સિવિલથી મળેલી વિગત મુજબ જહાંગીરાબાદ ખાતે ગંગા સાગર સોસાયટીમાં રહેતો ૪૦ વર્ષીય
ધવલકુમાર માધવભાઈ દેસાઈ  ગુરુવારે
મોડી  રાત્રે હજીરા ખાતે એલ એન્ડ ટી
કંપનીમાં કામ કરતો હતો. ત્યારે તેને ખાંચી આવ્યા બાદ અચાનક બેભાન થઇ ગયો હતો.જેથી
તેને સારવાર માટે  ખાનગી હોસ્પિટલમાં
ખસેડાયો હતો.જ્યા ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. જયારે પોલીસે કહ્યુ
કે
, ધવલભાઈ
કંપનીમાં ઈલેક્ટ્રીશિયનનું કામ કરતો હતો. તેમને સંતાનમાં એક પુત્ર છે. જોકે તેમને
હાર્ટ એટેક આવ્યો હોવાની શક્યતા છે. બીજા બનાવમાં કાપોદ્રામાં શ્રીનાથજી સોસાયટીમાં
રહેતો ૪૨ વર્ષીય મીનાબેન જીતેન્દ્રભાઇ સાંગડીયા આજે શુક્રવારે ઘરમાં અચાનક ચક્કર
આવ્યા પછી ઢળી પડયા હતા. જેથી તેમને તરત પરિવારજનો સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં
ખસેડાઇ હતી. જયાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કરી હતી. જયારે તે મુળ
અમરેલીમાં સાંવરકુડલામાં અમરતવેલીગામની વતની હતી. તેને ત્રણ સંતાન છે. તે અને તેના
પતિ ચણિયા- ચોલી બનાવવાના કામ સાથે સંકળાયેલા છે.

Source link

You may also like

Leave a Comment