સીમાડા ચેક પોસ્ટ પરથી બે જણા 5.900 કિલો ચરસ, 2.995 કિલો રો મટીરીયલ સાથે ઝબ્બે

by Aadhya
0 comment 3 minutes read

નેપાળથી ખાનગી બસમાં પુણે જવા નીકળ્યા હતા : જમ્મુમાં પથ્થર તોડવાનું કામ કરતા યુવાનના કહેવાથી પુણે ડિલિવરી માટે જતા હતા પણ બસ વાયા સુરત જવાની હોવાથી પોલીસથી બચવા ઉતરી ગયા હતા

સારોલી પોલીસે ચરસ, રો મટીરીયલ, ભારતીય અને નેપાળી કરન્સી, મોબાઈલ ફોન, વજનકાંટો વિગેરે મળી કુલ રૂ.11.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

Updated: Jan 8th, 2024

– નેપાળથી ખાનગી બસમાં પુણે જવા નીકળ્યા હતા : જમ્મુમાં પથ્થર તોડવાનું કામ કરતા યુવાનના કહેવાથી પુણે ડિલિવરી માટે જતા હતા પણ બસ વાયા સુરત જવાની હોવાથી પોલીસથી બચવા ઉતરી ગયા હતા

– સારોલી પોલીસે ચરસ, રો મટીરીયલ, ભારતીય અને નેપાળી કરન્સી, મોબાઈલ ફોન, વજનકાંટો વિગેરે મળી કુલ રૂ.11.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

સુરત, : નેપાળથી ખાનગી બસમાં બેસી પુણે ચરસ અને રો મટીરીયલની ડિલિવરી આપવા નીકળેલા આધેડ અને યુવાનને સારોલી પોલીસે સીમાડા ચેક પોસ્ટ પરથી 5.900 કી.ગ્રા ચરસ અને 2.995 કી.ગ્રા. રો મટીરીયલ સાથે ઝડપી પાડી ચરસ, રો મટીરીયલ, ભારતીય અને નેપાળી કરન્સી, મોબાઈલ ફોન, વજનકાંટો વિગેરે મળી કુલ રૂ.11.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.તેઓ જેના કહેવાથી ચરસ અને રો મટીરીયલની ડિલિવરી આપવા નીકળ્યા હતા તે જમ્મુમાં પથ્થર તોડવાનું કામ કરતા યુવાનને સારોલી પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સારોલી પોલીસ મથકના કોન્સ્ટેબલ ભાવેશભાઈ રણછોડભાઈ અને ગણપતભાઈ લક્ષ્મણભાઈને મળેલી બાતમીના આધારે સારોલી પોલીસે ગતસાંજે વલથાણ નહેર તરફથી સીમાડા ચેક પોસ્ટ તરફ આવતા વોમલાલ ધર્તી પુનુ ધર્તી ( ઉ.વ.52 ) અને તેના પુત્રના સાળા અવરોધ ધર્તીમગર જશબહાદુર ધર્તી ( ઉ.વ.21, બંને રહે.નિસી ગામ, જી.બાગલુડ, નેપાળ ) ને રૂ.8.85 લાખની મત્તાના 5.900 કી.ગ્રા ચરસ, રૂ.2,24,625 ની મત્તાના 2.995 કી.ગ્રા. ચરસ બનાવવાના રો મટીરીયલ, બે મોબાઈલ ફોન, ભારતીય અને નેપાળી કરન્સી, વજનકાંટો વિગેરે મળી કુલ રૂ.11,19,825 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.તેમની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ત્રણેક વર્ષ અગાઉ વોમલાલની ઓળખાણ જમ્મુમાં પથ્થર તોડવાનું કામ કરતા સંદીપ સાથે થઈ હતી.સંદીપે તે સમયે વોમલાલને કહ્યું હતું કે તું મને ચરસનો જથ્થો પહોંચાડજે તેના હું તને સારા રૂપિયા આપીશ.

થોડા દિવસ અગાઉ સંદીપે વોમલાલને ફોન કરી 8 થી 9 કી.ગ્રા. ચરસ અને રો મટીરીયલ મંગાવી પુણે પહોંચી ફોન કરવા કહ્યું હતું.આથી વોમલાલે ગામ નજીકના અલગ અલગ સ્થળેથી ચરસ અને રો મટીરીયલનો છૂટક જથ્થો ભેગો કર્યો હતો અને દીકરા બાગી બહાદુરના સાળા અવરોધ સાથે નેપાળથી ખાનગી બસમાં પુણે જવા નીકળ્યા હતા.જોકે, બસ વાયા સુરત પુણે જવાની હોય પોલીસ બસમાં ચેકીંગ કરશે તેમ વિચારી તેઓ નેશનલ હાઇવે પર ઉતરી ગયા હતા અને સુરતથી બીજી બસ પકડી પુણે જવા નક્કી કરી પોલીસને શંકા નહીં પડે તે માટે નેશનલ હાઈવેથી કેનાલવાળા રોડ પર ચાલતા ચાલતા સુરત આવતા હતા ત્યારે ઝડપાઈ ગયા હતા.તેમની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે સંદીપ માત્ર મિડિયેટર છે અને તેના કહેવાથી પહેલી વખત તેઓ ચરસ પહોંચાડવા જતા હતા.સારોલી પોલીસે આ અંગે ગુનો નોંધી સંદીપને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Source link

You may also like

Leave a Comment