ઓછી કિંમતના સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા યુઝર્સ પર મોટો ખતરો છે. એન્ટ્રી અને બજેટ સેગમેન્ટમાં આવતા આ સ્માર્ટફોન્સમાં જોવા મળતું પ્રોસેસર યુઝર્સના ડેટાની સુરક્ષા માટે મોટો ખતરો બની શકે છે. Kryptowireના રિપોર્ટ અનુસાર, ઘણી કંપનીઓના પોપ્યુલર સ્માર્ટફોનમાં જોવા મળતા UNISOC SC9863A પ્રોસેસરમાં મોટી ખામી છે, જે યુઝરને ભારે મુશ્કેલીમાં મુકી શકે છે.
ક્રિપ્ટોવારે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે આ ખતરાનું કારણ એક એપ છે જે UNISOC SC9863A ચિપસેટ સાથે આવે છે. આ એપ દ્વારા હેકર્સ સ્માર્ટફોનનો સંપૂર્ણ એક્સેસ લઈ શકે છે અને યુઝરનો ડેટા ચોરી કે ડિલીટ કરી શકે છે. એટલું જ નહીં, પ્રોસેસરમાં જોવા મળેલી આ ખામીને કારણે હેકર્સ ફોનના ફ્રન્ટ કેમેરા અને માઈકનો સરળતાથી ઉપયોગ કરી શકે છે.
હેકર્સ કોન્ટેક્ટ લિસ્ટ અને મેસેજ પર પણ નજર રાખે છે
CryptoWire જણાવ્યું હતું કે પ્રોસેસરની ખામી સાયબર અપરાધીઓને ફોન કોલ લોગ્સ ઉપરાંત ટેક્સ્ટ સંદેશાઓ, સંપર્કો અને અન્ય ખાનગી ડેટાને ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે. આ સિવાય આ હેકર્સ આ ખામીનો ફાયદો ઉઠાવીને યુઝરના ફોનના ફ્રન્ટ કેમેરાને ઓન કરીને દુનિયાના કોઈપણ ખૂણેથી વીડિયો રેકોર્ડ કરી શકે છે.
આ પ્રોસેસર આ સ્માર્ટફોન્સમાં આવે છે
UNISOC SC 9863A પ્રોસેસર ઘણા સસ્તું સ્માર્ટફોનમાં આવે છે. તેમાં Realme C11, Samsung Galaxy A03 Core, Nokia C01 Plus, Nokia C20 Plus, Nokia C30, Gionee Max, Gionee Max Pro, itel A49, Lava Be U, Tecno Pop 5 LTE જેવા ઉપકરણોનો સમાવેશ થાય છે. રાહતની વાત એ છે કે નોકિયાએ પોતાના સ્માર્ટફોનમાં આ ખામીને દૂર કરી છે. એવી અપેક્ષા છે કે ટૂંક સમયમાં અન્ય કંપનીઓ પણ આ મામલે જરૂરી પગલાં લેશે.
(Photo Credit: ComputerWorld)