વેલેન્ટાઈન ના તહેવાર ની શરૂઆત ”રોજ ડે” થી થાય છે.

by Aaradhna
0 comment 3 minutes read

વેલેન્ટાઈન વીકની શરૂઆત રોઝ ડેથી થાય છે. આ દિવસે લોકો પોતાના પાર્ટનરને દરરોજ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. યુગલો આખું વર્ષ વેલેન્ટાઈન વીકની રાહ જોતા હોય છે.

રોઝ ડે શા માટે ઉજવવામાં આવે છે?
રોઝ ડે પર, લોકો તેમને ગમતા લોકોને તેમનો પ્રેમ વ્યક્ત કરે છે. 
આ દિવસે પોતાની ફીલિંગ્સ વ્યક્ત કરે છે.

રોઝ ડે નો ઇતિહાસ વિષે જાણો 
ગુલાબના ફૂલને વ્યક્તિની ભાવનાઓ વ્યક્ત કરવાનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મુગલ બેગમ નૂરજહાંને લાલ ગુલાબ ખૂબ જ પસંદ હતા.
કહેવાય છે કે નૂરજહાં ને તેના પતિ તેના રાજમહેલ માં 1 ટન ગુલાબના ફૂલ મોકલતા હતા એક માન્યતા મુજબ રાણી વિક્ટોરિયા ના સમયમાં ગુલાબ ને પ્રેમનું પ્રતીક માનવામાં આવતું ત્યાર સમય થી ગુલાબ આપવાની પ્રથા ચાલતી આવે છે. વિકર્ટોરિયન અને રોમન લોકો પણ તેના પ્રેમ નો એકરાર ગુલાબ થી કરે છે.

લાલ ગુલાબ –

લાલ ગુલાબ પ્રેમ, જુસ્સો અને લાગણીઓ સાથે સંકળાયેલ હોવાનું માનવામાં આવે છે.લાલ ગુલાબ ની ખાસિયત એ છે કે તેને આપીને તમે સામેવાળાને કેટલો પ્રેમ કરો છો તે દર્શાવે છે.

પીળું ગુલાબ –

પીળા ગુલાબને મિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે. જો તમે તેમને પ્રેમ કરો છો તો તમે તેમને પીળા ગુલાબ આપી શકો છો. પીળો રંગ સુખ અને સારા સ્વાસ્થ્યનું પણ પ્રતીક છે

સફેદ ગુલાબ –

સફેદ ગુલાબ ત્યારે આપવામાં આવે છે જ્યારે તમે કોઈની સાથે ઘણી લડાઈ કરી હોય પરંતુ હવે તમે બધું ભૂલીને તમારા સંબંધને નવી રીતે શરૂ કરવા માંગો છો. આ સિવાય સફેદ ગુલાબને શાંતિનું પ્રતીક પણ માનવામાં આવે છે.

પિંક (ગુલાબી)રોઝ –

વેલેન્ટાઈન ડે માત્ર કપલ્સ માટે જ નથી. તમે તેને તમારા માતા-પિતા સાથે પણ ઉજવી શકો છો. આવી સ્થિતિમાં, તમે રોઝ ડે પર તેમને ગુલાબી ગુલાબ આપી શકો છો. ગુલાબી ગુલાબ કોઈને આભાર કહેવા માટે આપવામાં આવે છે.

નારંગી (ઓરેન્જ)ગુલાબ –

ગુલાબનો આ રંગ જુસ્સાનું પ્રતિક છે. તે ઉત્સાહ, ઇચ્છા દર્શાવે છે. યુગલો તેમના પ્રેમમાં જુસ્સો અને ઉત્સાહ લાવવાના પ્રતીક તરીકે નારંગી ગુલાબ આપી શકે છે.

You may also like

Leave a Comment