વેલેન્ટાઈન ડે (Valentine’s Day) આવવાના હવે થોડા દિવસ બાકી રહ્યા છે.અત્યારે વેલેન્ટાઈન (Valentine’s Day) વીક ચાલી રહ્યો છે.આ દિવસે કપલ ડેટ પર જાય છે.અને એકબીજાને ગિફ્ટ આપે છે. કપલ આ દિવસે (Valentine’s Day) બહાર ફરવા જાય છે.આ દિવસે કપડાં પહેરનાવો પણ ખાસ દિવસ છે પાર્ટનર ને ખુશ કરવા માટે એકબીજાને ગમતા આવુટફીટ પહેરે છે. આપડે રેગ્યુલર કપડાં પહેરીને એકબીજાને સામે જઇયે એ યોગ્ય ગણાય નહિ.ખાસ દિવસે ખાસ કપડાં પહેરવાના હોય છે કપલ એકબિજાને પસંદ હોય તેવા આવુટફીટ પહેરે છે. આ દિવસે ખાસ કરીને કપલ લાલ રંગ ના કપડાં વધારે પહેરવાનું પસંદ કરે છે.જાણો ક્યાં કપડાં પહેરીને વેલેન્ટાઈન ડે ને ખાસ બનાવી શકાય છે.અહીં હું તમારા માટે લાવી છું કેટલાક ખાસ પ્રકાર ના આવુટફીટ.
જમ્પ શૂટ પહેરો.
આ દિવસે (Valentine’s Day) જમ્પ શૂટ પહેરીને ઉજવણી કરો વેલેન્ટાઈન ડે ની.આ આવુટફીટ સ્ટાઈલની સાથે સાથે કોમ્ફર્ટેબલ પણ રહેશે.
સ્કર્ટ.
દરેક પ્રુરુષ ઈચ્છે છે કે પોતાની પાર્ટનર અલગ અને બધા થી સુંદર દેખાય એટલે આ ખાસ દિવસે (Valentine’s Day) પોતાના પાર્ટનર ને ખુશ કરવા માટે હાઈ વેસ્ટ સ્કર્ટ ની પસંદગી કરો.સ્કર્ટ ની સાથે તને ટોપ ને ઇન કરીને પણ પહેરી શકો છો અને લોન્ગ,મીની કે મેક્સિકની પણ પસંદ કરી શકો છો.સ્કર્ટ તમને એક પરફેક્ટ લૂક આપશે અને તમે ખાસ પણ દેખાશો.
ટર્ટલ નેક ટીશર્ટ અને લાઈટ સ્કાય જીન્સ
ફેબ્રુઆરી ની આ કડકડતી ઠંડી થી બચવા માટે તમે આ આવુટફીટ પણ બેસ્ટ ચોઇસ રહેશે.અને એક અલગ પ્રકારનો સ્ટાયલિસ્ટ લૂક પણ આપશે.
ક્રોપ ટોપ અને હાઈ વેસ્ટ જીન્સ.
જો તમને સિમ્પલ અને ક્લાસિક લૂક ઇચ્છતા હોવ તો આ આવુટફીટ પણ તમે ટ્રાય કરી શકો છો.
ઓફ શોલ્ડર ટોપ અથવા ડ્રેસ
આ દિવસ (Valentine’s Day) ને ખાસ બનાવવા માટે તમે ઓફ શોલ્ડર ટોપ કે ડ્રેસ પણ પહેરી શકો છો જો તમે ડ્રેસ માં અનુકૂળ છો અને તમને તે વધારે પસંદ છે તો તને તમારા ચોઈસ નો કલર પણ પહેરી શકો છો આ આવુટફીટ તમને હોટ અને ટ્રેન્ડી લૂક પણ આપશે.આ પ્રકારના ડ્રેસ એવરગ્રીન કહેવાય છે તેને ગમે ત્યારે તમેં પહેરી શકો છો.જેમ કે કોઈ પાર્ટી હોય મેરેજ ફંક્શન હોય કે કોઈ અન્ય ફેસ્ટિવલ હોય.
લેસ ડ્રેસ.
આ દિવસ (Valentine’s Day) ને ખાસ ઉજવણી માટે લેસવાળા ડ્રેસ પણ એક ડિફરન્ટ ઓપ્શન છે.ફિગર ને ધ્યાન માં રાખીને ફૂલ સ્લીવ અથવા મોનોક્રોમ ડ્રેસ ની પસંદ પણ ખૂબ સારો ઓપ્શન છે.