રાંદેરના યુવાનનું હૃદય ઇન્દોરના 46 વર્ષીય આધેડમાં ધબકતુ કરાયું

by Aadhya
0 comment 2 minutes read

Updated: Jan 15th, 2024

મકરસંક્રાંતિના પર્વે ગોસ્વામી પરિવારે
38 વર્ષીય મહેશ ગોસ્વામીના લિવર, બે કિડની અને હૃદયના
દાનથી ચાર વ્યક્તિને નવજીવન

     સુરત :

મકરસંક્રાંતિના
પાવન અવસરે દાનનું અનેરુ મહત્વ છે. આ દિવસે તલ
, ખિચડી, ગોળ, ધાબળા, ગાયમાતાને લીલો
ચારો
, કપડો સહિતનાઓનું દાનનું આગવું મહત્વ છે, તેવા સમયે આ દિવસે જ મુળ ઝારખંડનો વતની અને રાંદેર ખાતે રહેતા ગોસ્વામી
પરિવારે બ્રેઈન ડેડ યુવાનનું લિવર
, બે કિડની અને હૃદયનું દાન
કરી સમાજને નવી દિશા બતાવીને માનવતા મહેકાવી છે.

પ્રાપ્ત
વિગત મુજબ મુળ ઝારખંડના બોકારોના શિવમંદિર ખાતેના વતની અને હાલમાં રાંદેરના ભેંસાણ
ખાતે ગૈરવપથ રોડ મેટ્રો કોલોનીમાં રહેતા ૩૮ વર્ષીય મહેશ રામદાસ ગોસ્વામી ગત તા.
૭મીએ રાતે ઘરે પડી જતા વધુ સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલમાં
દાખલ કરી આઇસીયુમાં શિફ્ટ કર્યા હતા. ત્યારબાદ તા.૧૨મીએ સાંજે  સિવિલના ડોકટરોની ટીમે બ્રેઈનડેડ જાહેર કર્યા
હતાં. જયારે ગોસ્વામી પરિવારના સભ્યોને સિવિલના ડો.લક્ષ્મણ
, ડો.નિલેશ કાછડીયા,
ગુજરાત નસગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલાએ અંગદાનનું મહત્વ સમજાવતા
સંમતિ આપી હતી.  જેથી રવિવારે રોજ તેમના
હૃદય અને કિડની દાન અમદાવાદની હોસ્પિટલના ડોકટરો ટીમે સિવિલ ખાતે આવીને સ્વીકાર્યુ
હતું. જયારે તેમનું લીવર સુરત હોસ્પિટલના ડોકટરે સ્વીકાર્યુ હતું. જયારે તેમનું હૃદય
ઇન્દોરમાં રહેતા ૪૬ વર્ષીય આધેડમાં અને એક કિડની જામનગરમાં રહેતા ૬૦ વર્ષીય
વૃધ્ધામાં અમદાવાદની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યુ હતુ. જયારે લીવરનું
રાજેસ્થાનના ૪૯ વર્ષીય આધેડમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જયારે તેમની
પત્ની સુનિતાકુમારી
, દિકરા સોના તથા પુત્ર આયુષ ગોસ્વામી છે.
જયારે સિવિલના તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ ડોકટરો અને નસગ
સ્ટાફ સહિતના સ્ટાફ દ્રારા રવિવારે વધુ એક અંગદાન સાથે ૫૩મું સફળ અંગદાન થયું છે.

Source link

You may also like

Leave a Comment