વરાછાની ફાઇનાન્સ કંપની પાસે લીધેલી લોનના બાકી હપ્તાની ચૂકવણી પેટે ચેક આપ્યા હતા
Updated: Oct 6th, 2023
સુરત
વરાછાની
ફાઇનાન્સ કંપની પાસે લીધેલી લોનના બાકી હપ્તાની ચૂકવણી પેટે ચેક આપ્યા હતા
વરાછાની
ફાયનાન્સ કંપની પાસેથી લીધેલી 1 લાખની લોનના બાકી હપ્તાના પેમેન્ટ તરીકે લખી આપેલા 1.16 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપી સભાસદને આજે સેકન્ડ જ્યુડીશ્યલ
મેજીસ્ટ્રેટ (ફ.ક.) જયશ્રીબેન એસ.જાદવે એક વર્ષની કેદની સજા કરી છે.
વરાછા
રોડ ખાંડ બજાર સ્થિત પોદ્દાર આર્કેડમાં આવેલી પુરુષાર્થ નિધિ લી.કંપનીના ફરિયાદી
સંચાલક પથિક મગનલાલ બરવાળીયા પાસેથી મેડીકલના ધંધા સાથે સંકળાયેલા આરોપી સભાસદ
ચિરાગ પ્રવિણભાઈ સોજીત્રા(રે.વૃંદાવન રો હાઉસ,મોટા વરાછા)એ સપ્ટેમ્બર-2017માં લીધેલી 1 લાખની લોન લીધી હતી.જે લોનની વ્યાજ
સહિત માસિક બાકી હપ્તાના પેમેન્ટ પેટે
આરોપીએ આપેલા રૃ.1.16 લાખના ચેક રીટર્ન થતાં ફરિયાદીએ ચેક
રીટર્ન અંગે કોર્ટ ફરિયાદ નોંધાવી હતી.
અલબત્ત
ફરિયાદીએ કરેલી કોર્ટ ફરિયાદ બાદ આરોપીને સમન્સ ઈશ્યુ થયા બાદ પ્લી રેકર્ડ કરતાં
ગુનાનો ઈન્કાર કર્યા બાદ કેસ કાર્યવાહી દરમિયાન લાંબા સમયથી આરોપી ગેરહાજર રહેતા
હતા.જેથી આરોપીની સતત ગેરહાજરીને પગરે તેનું વિશેષ નિવેદન પુરાવાનો હક્ક તથા
ફરિયાદીની ઉલટ તપાસનો હક્ક પણ બંધ કરવામાં આવ્યો હતો. આજે અંતિમ સુનાવણી બાદ
કોર્ટે આરોપી સભાસદ ચિરાગ સોજીત્રાને દોષી ઠેરવી એક વર્ષની કેદ,ફરિયાદીને લેણી રકમ
વળતર પેટે ચુકવવા હુકમ કર્યો છે.કોર્ટે કેસકાર્યવાહી દરમિયાન ગેરહાજર રહેલા આરોપી
વિરુધ્ધ સજા વોરંટ ઈસ્યુ કરી બજવણી કરવા હુકમનો અમલ કરાવવા નિર્દેશ આપ્યો છે.