વરાછાની પુરુષાર્થ નિધી લિ.માંથી લીધેલા ૧ લાખના ધિરાણના પેમેન્ટ પેટે ચેક આપ્યા હતા
Updated: Dec 23rd, 2023
સુરત
વરાછાની
પુરુષાર્થ નિધી લિ.માંથી લીધેલા ૧ લાખના ધિરાણના પેમેન્ટ પેટે ચેક આપ્યા હતા
લોન
ધિરાણના પેમેન્ટ પેટે આપેલા 1.20 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપી સભાસદને એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ
મેજીસ્ટ્રેટ પી.યુ.અંધારિયાએ દોષી ઠેરવી એક વર્ષની કેદની સજા ફટકારી છે.
વરાછારોડ
ખાંડબજાર પોદ્દાર આર્કેડ સ્થિત પુરુષાર્થ નિધિ લી.ના ફરિયાદી સંચાલક અનિલા બેન
મગનલાલ બરવાળીયાએ આરોપી સભાસદ વિશાલ જેરામભાઈ નાકરાણી(રે.તિરૃપતિ સોસાયટી,યોગીચોક પુણા)ને
ધંધાકીય હેતુ માટે 1 લાખની જામીનગીરી ધિરાણની લોન આપી હતી.જે
માસિક રૃ.3500ના હપ્તા તથા વ્યાજ સહિત નિયત સમયમાં ચુકવી
આપવાની હતી.પરંતુ આરોપી સભાસદે આપેલા વ્યાજ સહિત લોનના પેમેન્ટ પેટે આપેલા 1.20 લાખનો ચેક ઓક્ટોબર-2010માં રીટર્ન થતાં કોર્ટ
ફરિયાદ નોંધાવાઇ હતી. સુનાવણી બાદ કોર્ટે આરોપી વિશાલ નાકરાણીને દોષી ઠેરવી એક
વર્ષની કેદ, વાર્ષિક ૯ ટકાના વ્યાજ સહિત ફરિયાદીને 1.20 લાખ વળતર છ વીકમાં ન ચુકવે તો વધુ ત્રણ મહીનાની કેદની સજા ફટકારતો હુકમ
કર્યો હતો.