Updated: Oct 19th, 2023
– ફાયરના
જવાનોને છ કલાક પછી આગ પર કાબુ : આગને
લીધે લાકડા કટિંગ કરવાની મશીનો સહીત સામાન બળી ગયો
સુરત ,:
ભટાર
રોડ ખાતે એક લાકડાની વખારમાં આજે વહેલી
સવારે આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગે
ભીષણ સ્વરૃપ ધારણ કરતા સ્થળ ઉપર ભારે અફડાતફડી અને ભાગદોડ મચી જવા પામી હતી.
ફાયર
સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ ભટાર રોડ સીએનજી પંપ પાસે ઉમા ઇન્ડસ્ટ્રીયલમાં લાકડાની વખાર કેમ ગોડાઉનમાં આજે ગુરુવારે વહેલી
સવારે શોર્ટ સર્કિટ થતા આગ ભડકી ઉઠી હતી.
જોકે લાકડાનો જથ્થો હોવાને લીધે જોત જોતામાં આગે ભીષણ સ્વરૃપ ધારણ કર્યુ હતું. અને
ત્યાં વધુ પ્રમાણમાં ધુમાડો નીકળતો હોવાથી ત્યાં ભાગદોડ થઇ જવા પામી હતી. કોલ મળતા
જુદા જુદા ૮ ફાયર સ્ટેશનની ૧૨ થી ૧૩ ગાડીઓ સાથે ફાયર કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
હતો અને આજુ બાજુથી સતત પાણીનો છટાંવ કરતા ૫ થી ૬ કલાક સુધી ભારે જહેમત ઉઠાવતા આગ
પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. આગને કારણે લાકડા કાપવાના જુદા જુદા મશીનોમાં બે કટર મશીન, બે નાના મશીન, બે
ફિંગર જોઇન્ટ, બે રંધા, લાકડાનો
જથ્થો સહિતનો સામાન અને ચીજવસ્તુઓ બળી ગયો
હતો. સદનસીબે આ બનાવમાં કોઈ ઇજા કે જાનહાની થઇ નહોતી.