બાર વર્ષ પહેલાં મોટર સાયકલ પર ઓફીસે જતાં 33 વર્ષીય કમલકુમાર મુંદ્રાને ટ્રકે અડફટે લીધા હતા
Updated: Nov 7th, 2023
સુરત
બાર
વર્ષ પહેલાં મોટર સાયકલ પર ઓફીસે જતાં 33 વર્ષીય કમલકુમાર
મુંદ્રાને ટ્રકે અડફટે લીધા હતા
બાર
વર્ષ પહેલાં સચીન જીઆઈડીસી નજીક ટ્રક હડફેટે મૃત્તક યુવાનના વારસોએ કરેલી 25 લાખના અકસ્માત વળતરની
માંગને મોટર એક્સીડેન્ટ ક્લેઈમ
ટ્રીબ્યુનલના ઓક્ઝીલરી જજ પ્રણવ એસ.દવેએ મંજુર કરી મૃત્તકના વારસોને વાર્ષિક 9
ટકાના વ્યાજ સહિત કુલ રૃ.61.25 લાખ વળતર
ચુકવવા ટ્રક ચાલક,માલિક તથા વીમા કંપનીની સંયુક્ત તેમજ
વિભક્ત જવાબદારી હોવાનો નિર્દેશ આપ્યો છે.
ભટાર
રોડ સ્થિત શંખેશ્વર કોમ્પ્લેક્ષમાં રહેતા 33 વર્ષીય કમલકુમાર લક્ષ્મીનારાયણ મુંદ્રા
ગઈ તા.5-1-2011 ના રોજ પોતાના મોટર સાયકલ પર ઓફીસ જતા હતા.જે
દરમિયાન સચીન હોજીવાલા ઈન્ડસ્ટ્રીઝ પાસે વિજય રામનાથન શેરવાની(રે.બજાર ફળીયું,
બલેશ્વર તા.પલસાણા)ની માલિકીના ટ્રકના ચાલક સૈયદ મહમદ અસલમ અકબરઅલી
(રે. મારુલ તા.વ્યાવલ જિ.જલગાંવ)એ બેદરકારીથી ટ્રક ચલાવીને મોટર સાયકલને હડફેટે
લેતાં ગંભીર ઈજા થતાં કમલકુમાર મુંદડાનું નિધન થયું હતુ.
જેથી
મૃત્તક યુવાનના વિધવા પત્ની જ્યોતીબેન,સંતાનો નમ્રતા,હાર્દિક તથા પિતા લક્ષ્મી નારાયણ તથા
અને માતા કીરણદેવી મુંદ્રાએ ધર્મેશ પટેલ મારફતે રૃ.25 લાખના
અકસ્માત વળતર વસુલ અપાવવા ટ્રક ચાલક,માલિક તથા ફ્યુચર જનરલ
ઈન્ડીયા ઈન્સ્યુરન્સ કંપની વિરુધ્ધ ક્લેઈમ કેસ કર્યો હતો.જેની સુનાવણી દરમિયાન
અરજદાર તરફે જણાવ્યું હતું કે મૃત્તકની ઉંમર 33 વર્ષની
હતી.ભેસ્તાનની પ્રથમ જ્યોટર પ્રા.લિ.માં નોકરી
તથા યાર્ન દલાલી કરીને વાર્ષિક 3.35 લાખની આવક ધરાવતા
હતા.