રશિયન હીરા ઉપરના પ્રતિબંધમાંથી 1 કેરેટથી નાના હીરાને બાકાત રાખવાનો નિર્ણય

by Aadhya
0 comment 2 minutes read

Updated: Dec 21st, 2023

– જીજેઇપીસીની રજૂઆતને પગલે કેન્દ્રના વાણિજય મંત્રાલયની યુરોપીયન યુનિયન અને જી 7 દેશોને રજૂઆત બાદ હાશકારો


સુરત

યુક્રેન ઉપર હુમલો કરનાર રશિયા ઉપર આર્થિક દબાણ વધારવા યુરોપીયન યુનિયન અને જી 7 દેશ દ્વારા રશિયન હીરા ઉપરના પ્રતિબંધ મુકવાની જાહેરાત અંતર્ગત 1 કેરેટથી નાના હીરાને પ્રતિબંધમાંથી બાકાત રાખવાનો નિર્ણય કરવામાં આવતા હીરા ઉદ્યોગકારોએ હાશકારો અનુભવ્યો છે.
યુરોપીયન યુનિયનની ગત 18 ડિસેમ્બરના રોજ મળેલી બેઠકમાં યુક્રેન ઉપર હુમલો કરનાર રશિયા ઉપર આર્થિક દબાણ વધારવાના મુદ્દે ચર્ચા થઇ હતી. જે અંતર્ગત 1 જાન્યુઆરીથી શિયના હીરા ઉપર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જયારે જી 7 દેશ દ્વારા રશિયન હીરા ઉપર પ્રતિબંધ મુકવાની તરફેણ કરી હતી. જેને પગલે મંદીમાંથી પસાર થઇ રહેલા હીરા ઉદ્યોગને ભારે મુશકેલીનો સામનો કરવાની સાથે અનેક લોકોની રોજગારી છીનવાય જવાનો ભય ઉભો થયો હતો. જો કે યુરોપીયન યુનિયન અને જી 7 દેશોના આકરા નિર્ણય સામે જીજેઇપીસી દ્વારા ભારત સરકાર સમક્ષ રજૂઆત કરી 1 કેરેટથી નાના હીરાને પ્રતિબંધમાંથી મુકત રાખવાની માંગ કરી હતી. જેને પગલે કેન્દ્ર સરકારના વાણિજય મંત્રાલય દ્વારા જી 7 દેશ અને યુરોપીયન યુનિયન સમક્ષ રજૂઆત કરી ટેક્નિકલ કમિટી દ્વારા સમગ્ર બાબતથી વાકેફ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ આગામી 1 જાન્યુઆરીથી લાગુ થનાર રશિયન હીરા ઉપરના પ્રતિબંધમાં 1 કેરેટથી નાના હીરાને પ્રતિબંધમાંથી બાકાત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Source link

You may also like

Leave a Comment