એપ્રિલ-2023માં માતા-પિતા સાથે બાંધકામ સાઈટ પર કામ કરતી તરૃણીને પરિણીત આરોપી લગ્નની લાલચે ભગાડી ગયો હતો
Updated: Jan 6th, 2024
સુરત
એપ્રિલ-2023માં માતા-પિતા સાથે
બાંધકામ સાઈટ પર કામ કરતી તરૃણીને પરિણીત આરોપી લગ્નની લાલચે ભગાડી ગયો હતો
દસ
મહીના પહેલાં રાંદેર પોલીસની હદમાં રહેતી 15 વર્ષ 11 માસની વયની
તરૃણીને લગ્નની લાલચે ભગાડી જઈને દુષ્કર્મ આચરનાર 23 વર્ષીય
પરણીત આરોપી યુવકને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ શકુંતલાબેન
એન.સોલંકીએ તમામ ગુનામાં દોષી ઠેરવી ઈપીકો-376(2)(એન) સાથે વાંચતા પોક્સો એક્ટની કલમ-5(1) અને 6 ના ભંગ બદલ 20 વર્ષની
સખ્તકેદ,રૃ.10 હજાર દંડ ન ભરે તો વધુ
એક વર્ષની કેદ,ભોગ બનનારને ૨૫ હજાર વળતર ચુકવવા હુકમ કર્યો
છે.
મૂળ દાહોદ
જિલ્લાના ઝાલોદ તાલુકાના ખાખરીયા ગામના વતની 23વર્ષીય પરણીત આરોપી યુવક અરવિંદ વાઘજી
પરમારે ગઈ તા.20-4-23ના રોજ અડાજણ મધુવન સર્કલ પાસે બાંધકામ
સાઈટ પર માતા પિતા સાથે મજુરી કામ પર આવેલી 15 વર્ષ 11 માસની વયની તરૃણીને લગ્નની લાલચ આપીને બદકામના ઈરાદે ભગાડી ગયો હતો.ભોગ
બનનાર સગીર હોવાનું જાણવા છતાં આરોપીએ તેની સાથે એકથી વધુવાર શરીર સંબંધ બાંધીને
પોક્સો એક્ટનો ભંગ કર્યો હતો.
જેથી
ભોગ બનનારના તરૃણીના ફરિયાદી પિતાએ સૌ પ્રથમવ પોતાની સગીર પુત્રીની મીસીંગ અંગે
તથા ત્યારબાદ આરોપી વિરુધ્ધ ઈપીકો-363,366,376,376(2) (એન),376 (3) તથા પોક્સો એક્ટની કલમ 3, 4, 5(એલ)6 તથા 9(એલ)ના ભંગ બદલ રાંદેર પોલીસમાં ફરિયાદ
નોંધાવી હતી.જેથી રાંદેર પોલીસે આરોપી અરવિંદ પરમારની ઉપરોક્ત ગુનામાં ધરપકડ કરી
જેલભેગો કર્યો હતો.આજરોજ આ કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવતાં સરકારપક્ષે
એપીપી દિપેશ દવેએ 21 સાક્ષીઓ તથા દસ્તાવેજી પુરાવા રજુ કર્યા
હતા. જ્યારે આરોપીના બચાવપક્ષે આરોપી યુવાન વયનો હોવા ઉપરાંત કુટુંબના ભરણપોષણની
જવાબદારી તથા ગુનાઈત ઈતિહાસ ન હોઈ સજામાં રહેમ રાખવા માંગ કરી હતી.
જ્યારે
સરકારપક્ષે આરોપી પરણીત હોવા છતાં ભોગ બનનારની મુગ્ધાવસ્થાનો ગેરલાભ ઉઠાવી લગ્નની
લાલચ આપીને જાતીય હુમલો કર્યો છે.જેથી આરોપીને મહત્તમ સજા,દંડ તથા ભોગ બનનારને
વળતર ચુકવવા માંગ કરી સમાજમાં દાખલો બેસાડવા માંગ કરી હતી.જેને કોર્ટે માન્ય રાખી
આરોપીને તમામ ગુનામાં દોષી ઠેરવી પોક્સો એક્ટ તથા બળાત્કારના ગુનામાં દોષી ઠેરવી
ઉપરોક્ત સખ્તકેદ,દંડ તથા ભોગ બનનારને ૨૫ હજાર વળતર ચુકવવા
હુકમ કર્યો છે.