સુરત પાલિકાની કેન્ટીન હવે બની ગઈ છે ‘મિલેટ્સ કાફે’ : સ્વસહાય જૂથની બહેનોને રોજગારી આપવાનો પ્રયાસ

by Aadhya
0 comment 2 minutes read

Updated: Jan 9th, 2024


– સુરત પાલિકાના કમિશ્નર અને પદાધિકારીઓએ સખી મંડળ દ્વારા શરૂ કરાયેલી મિલેટ્સ કાફેની મુલાકાત લીધી

સુરત,તા.9 જાન્યુઆરી 2024,મંગળવાર

સુરત મહાનગરપાલિકાના મહિલા સશક્તિકરણ અંગેના કાર્યોને આગળ ધપાવતા સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે સ્વસહાય જૂથની કેન્ટીન “મિલેટ્સ કાફે” ફાળવવામાં આવી છે. પહેલા સુરત પાલિકાની કેન્ટીનમાં ચા-કોફી અને નાસ્તો મળતો હતો પરંતુ પાલિકાએ સ્વસહાય જૂથની બહેનોને રોજગારી આપવાનો પ્રયાસ કર્યો છે. એટલે સુરત પાલિકાની કેન્ટીન હવે મિલેટ્સમાંથી બનાવેલી વાનગી મળવાનું શરુ થયું છે. પાલિકા કમિશનર-પાલિકાના પદાધિકારીઓએ સખી મંડળ દ્વારા શરુ કરાયેલી મિલેટ્સ કાફેની મુલાકાત લીધી હતી અને પાલિકા કર્મચારીઓને મિલેટ્સ કેન્ટીનનો ઉપયોગ કરવા માટે અપીલ કરી છે. 

સુરત મહાનગરપાલિકા દ્વારા DAY-NULM યોજના અંતર્ગત અંતર્ગત શહેરી ગરીબ કુટુંબમાંથી મહિલાઓને સંગઠિત કરી સ્વસહાય જૂથોની રચના કરવામાં આવે છે. આ જૂથોના બહેનોને રોજગાર અને સ્વરોજગાર મળી રહે તે હેતુથી સુરત મહાનગરપાલિકા દ્વારા ઉપલબ્ધ તકનો ઉપયોગ કરી અનેકવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે જેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાના મહિલા સશક્તિકરણ અંગેના કાર્યોને આગળ ધપાવતા સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે સ્વસહાય જૂથ ની કેન્ટીન “મિલેટ્સ કાફે” ફાળવવામાં આવી છે. આ કેન્ટીનમાં પાલિકા કમિશનર, મેયર, સ્થાયી અધ્યક્ષ સહિત પદાધિકારીઓ અને કોર્પોરેટરોએ મિલેટ્સ કેફેની મુલાકાત લીધી હતી. કેન્ટીનમાં સખીમંડળ દ્વારા મિલેટ્સમાંથી બનાવવામાં આવેલી વિવિધ વાનગીઓ જેવી કે રાગીની કચોરી,રાગીના થેપલા, રાગીનો શીરો, રાગીની ઇડલી વગેરે વાનગીઓ પીરસવામાં આવી રહી છે.  સુરત મહાનગરપાલિકાની વિવિધ કચેરીઓમાં નાસ્તામાં મિલેટ્સની વાનગીઓનો ઉપયોગ વધે તે માટે કર્મચારીઓને પણ કેફેનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.

Source link

You may also like

Leave a Comment