ભૂસ્તરશાસ્ત્રીની કાર અમદાવાદમાં પાર્ક હતી છતા કામરેજનો ટોલ ટેક્સ કપાયો

by Aadhya
0 comment 2 minutes read

સામાન્ય લોકોનું તો કોઇ સાંભળે જ નહી

Updated: Oct 5th, 2023

– ફાસ્ટટેગમાંથી
પૈસા કપાતા ટોલનાકાના અધિકારીને ફરિયાદ કરતા ટેકનીકલ ઇસ્યુ કહીને હાથ ઉંચા કરી
દીધા

     સુરત

દરેક
વાહનો પર ફાસ્ટટેગ લગાડીને ટોલનાકા પરથી ઓનલાઇન જ ટેકસ કાપવામાં આવી રહ્યા છે.
ત્યારે સુરત જિલ્લા ભુસ્તરશાસ્ત્રી ડી.કે.પટેલની અમદાવાદમાં પાર્ક કારનો કામરેજ
ટોલનાકા પરથી ટોલ ટેકસ કપાતા વિવાદ ઉઠયો છે. આ અંગે તપાસની માંગ ઉઠી છે. 

કેન્દ્ર
સરકારે ટોલ ટેકસમાં થતી ગેરરીતિ નાબુદ કરવા માટે દરેક વાહનો પણ ફાસ્ટટેગ લગાડીને
ઓનલાઇન જ ટોલ ટેકસ લેવાની શરૃઆત કર્યા બાદ કોઇને કોઇ વિવાદ આવે છે કે ગાડી ટોલ
ટેકસ પાસેથી પસાર થઇ નથી. તો પછી ઓનલાઇન ટેકસ કેવી રીતે કપાયો
? તો ધણા વાહનો ટોલ ટેકસ
પરથી મહિનાઓ સુધી પસાર થયા નહીં હોઇ તો પણ ટેકસ કપાવવાના કિસ્સાઓ બનતા રહે છે.


કિસ્સા વચ્ચે સુરત જિલ્લા ભુસ્તરશાસ્ત્રી ડી.કે.પટેલની કાર ઘણા વખતથી તેમના ઘરે
પાર્ક છે. છતા આ વાહનના ફાસ્ટટેગમાંથી કામરેજ ટોલ નાકા પરથી ટોલ કપાવવાનો મેસેજ
મળતા ચોંકી ઉઠયા હતા. આ અંગે તેમણે ટોલનાકા અધિકારીને ફરિયાદ કરતા ટેકનીકલ ખામી
હોવાનું જણાવ્યુ હતુ. આ અંગે તેઓ આગામી દિવસોમાં ફરિયાદ કરશે.

Source link

You may also like

Leave a Comment