Updated: Dec 26th, 2023
સુરત
સુરત શહેરમાં
ઠંડીનું મૌજુ યથાવત રહયુ હતુ. પરંતુ વહેલી સવારથી સુરત શહેર ગાઢ ધુમ્મસની લપેટમાં આવી
જતા વિઝીબીલીટી ૮૦૦ મીટરની નોંધાઇ હતી.
હવામાન
કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ આજે સુરતનું અધિકતમ તાપમાન ૩૨.૪ ડિગ્રી, લઘુતમ ૧૭.૮ ડિગ્રી,
હવામાં ભેજનું પ્રમાણ૫૩ ટકા, હવાનું દબાણ
૧૦૧૪.૬ મિલીબાર અને ઉતર દિશામાંથી કલાકના
પાંચ કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. દરમ્યાન ઉતર ભારતના રાજયોમાં ફેલાયેલ
ગાઢ ધુમ્મસની અસર સુરત શહેરમાં પણ નોંધાઇ હતી. વહેલી સવારે શહેરમાં ગાઢ ધુમ્મસ
ફેલાતા વાહનચાલકોને મુશ્કેલીઓ પડી હતી. આજે સવારે વિઝીબીલીટી ૮૦૦ મીટર અને દિવસ
દરમ્યાન સરેરાશ ૧૫૦૦ મીટરની નોંધાઇ હતી. આગામી દિવસોમાં ઠંડીની સાથે ધુમ્મસ વધવાની
શકયતાઓ છે.