Updated: Jan 7th, 2024
– 167 શહેરીજનોએ અંગદાનના સંકલ્પ માટેનું ફોર્મ ભરી અંગદાનનો સંકલ્પ લીધો
સુરત :
અંગદાન
અંગે જાગૃતિ માટે ડોનેટ લાઇફ સંસ્થા દ્રારા આજે રવિવારે સવારે સુરત ડિસ્ટ્રિક્ટ
ક્રિકેટ એસો. સાથે પતંગોત્સવ ઓર્ગન ડોનર પરિવારોને સંગનું આયોજન કરવામાં આવ્યુ
હતુ. જેમાં અંગદાન આપનાર અને અંગદાન મેળવનાર વ્યકિત અને તેમના પરિવારજનો અંગદાન
જીવનદાનનો સંદોશો પાઠવ્યો હતો.
દેશમાં
દર વર્ષે પાંચ લાખથી વધુ વ્યક્તિઓ સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે.
રાજ્યમાં છેલ્લા ૧૮ વર્ષથી ૨૪ કલાક ૩૬૫ દિવસ સમાજમાં અંગદાન માટે જનજાગૃતિ
લાવવાનું કાર્ય કરતી સુરતની ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ
એસોસિયેશનની સાથે સમાજમાં અંગદાન પ્રત્યે વધુને વધુ જાગૃતિ આવે, લોકો અંગદાનનું મહત્વ
સમજે, વધુને વધુ વ્યક્તિઓ બ્રેઇનડેડ વ્યક્તિના અંગોનું દાન
કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવાના યજ્ઞામાં જોડાય તથા જે પરિવારોએ
તેમના બ્રેનડેડ સ્વજનના અંગોનુ દાન કરાવીને સેંકડો ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને
નવજીવન આપ્યું છે. તેઓ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરવાના ઉદેશ્ય સાથે પતંગ મહોત્સવ
ઓર્ગન ડોનર પરિવારોને સંગનું આયોજન લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં કરવામાં
આવ્યું હતું, જેમાં જુદા-જુદા પોસ્ટરો દ્વારા અંગદાન
જીવનદાનનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો. શહેરીજનોને અંગદાનના સંદેશા લખેલા પતંગોનું
વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પતંગોત્સવમાં જીએસટી ચીફ કમિશ્નર, ધારાસભ્ય, પોલીસ અધિકારી, વિવિધ
સંસ્થાના લોકો, વિવિધ સ્કૂલો-કોલેજોના એન.સી.સી અને
એન.એસ.એસના વિધાર્થીઓ સહીત મોટી સંખ્યામાં શહેરના ડોકટરો, સામાજીક, રાજકીય, શૈક્ષણિક અને ઉદ્યોગ જગતના મહાનુભાવો
સહિતના શહેરીજનોએ ઉપસ્થિત રહી ઓર્ગન ડોનર પરિવારો અને ડોનેટ લાઈફ સંસ્થાને તેઓએ
કરેલ કાર્યને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.