સુરતમાં દીકરીના જન્મદિવસની ઉજવણીમાં ચિક્કાર દારૂ પીધો, પત્નીને મારી પતિએ ગળાફાંસો ખાધો

by Aadhya
0 comment 1 minutes read

પત્નીને પતિએ માર મારતાં તે દિવાલ સાથે અથડાઈ હતી અને બાદમાં બેભાન થઈ ગઈ હતી

Updated: Sep 30th, 2023



સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં એક 36 વર્ષીય યુવકે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. કરુણતા તો એ છે કે રાત્રે દીકરીના જન્મદિવસની ઉજવણી કરી હતી. ત્યાર બાદ યુવકે દારૂના નશામાં પત્નીને માર મારતાં બેભાન થઈ ગઈ હતી. ભાનમાં આવ્યા બાદ પતિને રૂમમાં લટકતો જોયો હતો. યુવકના આપઘાતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

મૂળ ઉત્તરપ્રદેશના અને પાંડેસરા વિસ્તારમાં આવેલા મહાદેવનગરમાં 36 વર્ષીય નંદલાલ બેચનલાલ બિંદ પરિવાર સાથે રહેતો હતો. નંદલાલ ડિજિટલ પ્રિટિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. છેલ્લાં 18 વર્ષથી સુરતમાં રહી રોજગારી મેળવતો હતો. પરિવારમાં પત્ની, બે દીકરા અને એક દીકરી છે. ગત રોજ દીકરીનો જન્મદિવસ હોવાથી રાત્રે ઉજવણી કરી હતી.

દીકરીના જન્મદિવસની ઉજવણીમાં પિતા નંદલાલે દારૂ પીધો હતો. ત્યાર બાદ બધાં પરિવારજનો પોતપોતાના ઘરે જતા રહ્યાં હતાં. દરમિયાન નંદલાલનો પત્ની સાથે ઝઘડો થયો હતો, જેમાં નંદલાલે પત્નીને ફટકારી હતી, જેથી તેનું માથું દીવાલ સાથે અથડાતાં પાછળના ભાગે ઇજા થતાં તે બેભાન થઈ ઢળી પડી હતી. ત્યાર બાદ નંદલાલ રૂમમાં જઈને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો.

Source link

You may also like

Leave a Comment