વડીલ વયે મિલકતનો ઝઘડો પોલીસ મથકે પહોંચ્યો: પિતાના અંતિમ ક્ષણોમાં અંગુઠાનું નિશાનથી વીલ બનાવી ભાઇની ફેક્ટરી અને ફ્લેટ પચાવી પાડયો

by Aadhya
0 comment 4 minutes read

Updated: Dec 11th, 2023

– પેટમાં કેન્સરની ગાંઠથી પિડીત પિતા અંતિમ ક્ષણ ગણી રહ્યા હતા ત્યારે માતાની નજર સામે સબ રજીસ્ટ્રારને લાવી અંગુઠાનું નિશાન કરાવ્યાની ફરિયાદ
– માતાએ પુછ્યું તો કહ્યું રિલાયન્સના શેર જમા નહીં થઇ જાય એટલે નિશાન લીધું છે, નાના ભાઇને શંકા જતા સબ રજીસ્ટ્રાર કચેરીમાં ચકાસણી કરતા જાણ થતા કોર્ટમાં પણ દાવો કર્યો
– સને 1995 માં પાંડેસરાની ફેક્ટરી અને માર્કેટની રૂ. 5 કરોડની ઉઘરાણી મોટા ભાઇને આપી હતી


સુરત

સુરતના સિટીલાઇટ રોડના મેઘના પાર્કમાં રહેતા નિવૃત્ત વૃધ્ધને પિતા તરફથી વીલના આધારે મળેલી સચિન જીઆઇડીસીની હાલના માર્કેટ વેલ્યુ મુજબ અંદાજે રૂ. 10 કરોડની ફેક્ટરી અને ઘોડદોડ રોડ ફ્લેટ સગા મોટા ભાઇએ અંતિમ શ્વાસ ગણી રહેલા પિતાની અર્ધબેભાન હાલતમાં સહી કરાવી લઇ તેના આધારે પોતાના નામે વીલ બનાવી રજીસ્ટર કરાવી લઇ મિલકત પચાવી પાડતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. ઉમરા પોલીસે મોટા ભાઇ, બહેન, અઠવાના નિવૃત્ત સબ રજીસ્ટાર સહિત પાંચ વિરૂધ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
શહેરના સિટીલાઇટ રોડ સ્થિત અશોક પાન સેન્ટર નજીક મેઘના પાર્કમાં રહેતા નિવૃત્ત અશોક તોતારામ શર્મા (ઉ.વ. 64) એ સગા મોટા ભાઇ વિજય તોતારામ શર્મા (ઉ.વ. 68 રહે. રત્ન મિલન કોમ્પ્લેક્ષ, ઘોડદોડ રોડ, સુરત), બહેન બીના અનિલ શર્મા (ઉ.વ. 56 રહે. રોયલ પેલેસ, ઘોડદોડ કોડ), ભાઇના મિત્ર તુલસીદાસ તીરથદાસ નિહલાની (ઉ.વ. 65 રહે. ફોર સીઝન્સ એપાર્ટમેન્ટ, સુરત), લીલાધર રામદત્તામલ સુનેજા (ઉ.વ. 73 રહે. રત્ન મિલન એપાર્ટમેન્ટ, ઘોડદોડ રોડ) અને નિવૃત્ત રજીસ્ટ્રાર ભગવાન લક્ષ્મણ ગોરસીયા (ઉ.વ. 73 રહે. ઓમ રૂદ્રાય સોસાયટી, સુરત) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. સંયુક્ત પરિવારમાં રહેતા બંને ભાઇ વર્ષ 1995 માં અલગ થયા ત્યારે તેમના વૃધ્ધ પિતા તોતારામ શર્માએ વિજયને પાંડેસરાની ફેક્ટરી અને માર્કેટની રૂ. 5 કરોડની ઉઘરાણી આપી હતી. જયારે અશોકને સચિન જીઆઇડીસીના રોડ નં. 5 ઉપર આવેલી શિવ ટેક્સ એન્જિનીયરીંગ નામની ફેક્ટરી તથા માતા શાંતિદેવીના નામે ઘોડદોડ રોડનો રોયલ પેલેસનો ફ્લેટનું વીલ સબ રજીસ્ટ્રાર કચેરીમાં રજીસ્ટર કરાવ્યું હતું. પેટમાં કેન્સરની બિમારીના કારણે માર્ચ 2014 માં જીવનના અંતિમ તબક્કામાંથી તોતારામ શર્મા પસાર થઇ રહ્યા હતા અને કોઇને ઓળખી પણ સકતા ન હતા અને હલન-ચલન પણ કરી શકે તેમ ન હતા.

તે સમયે વિજય શર્માએ સુરત અઠવા વિસ્તારના સબ રજીસ્ટ્રાર ભગવાન ગોરાસીયા તથા તુલસીદાસ નિહલાનીએ માતા શાંતિદેવી અને પિતાના મિત્ર હરિવદન ભાયાની હાજરીમાં આછા લીલા કલરના કાગળ ઉપર પિતાના અંગુઠાનું નિશાન તથા સાથે રહેતી બહેન બીનાની પણ સહા કરાવી હતી. માતા શાંતિદેવીએ આ અંગે પૃચ્છા કરતા રિલાયન્સ કંપનીના શેર જમા નહીં થાય તેના માટે અંગુઠાનું નિશાન લીધું છે. માતાએ આ અંગે અશોકને જાણ કરતા અંતિમ વિધી પૂર્ણ થયા બાદ સબ રજીસ્ટ્રાર કચેરીમાં તપાસ કરતા પિતાના વીલમાં સચિન જીઆઇડીસીની હાલની માર્કેટ વેલ્યુ મુજબ અંદાજે રૂ. 10 કરોડની ફેક્ટરી અને રોયલ પેલેસનો ફ્લેટ વિજય શર્માના નામે હોય સાક્ષીમાં તુલસીદાસ અને લીલાધરની સહી કરાવી વીલ પોતાના નામે બનાવી રજીસ્ટર કરાવી મિલકત પચાવી પાડી હતી. આ મુદ્દે અશોક શર્માએ કોર્ટમાં પણ દાવો કર્યો છે.

અંગુઠાનું નિશાન લીધા બાદ કહ્યું પપ્પા મરી ગયા છે, સબ રજીસ્ટ્રારે કહ્યું રાતે 8 વાગ્યે મૃત જાહેર કરજો
વીલના આધારે નાના ભાઇને મળેલી સચિન જીઆઇડીસીની ફેક્ટરી અને ઘોડદોડ રોડનો ફ્લેટ પચાવી પાડવા વિજય શર્મા અઠવાના સબ રજીસ્ટ્રાર બી.એલ. ગોરાસીયા (ભગવાન લક્ષ્મણ ગોરાસીયા) તથા તુલસીદાસ નિહલાનીને લઇ ગયો હતો. જયાં માતા શાંતિદેવી અને પિતાના મિત્ર હરિવદન ભાયાની હાજરીમાં રિલાયન્સના શેરના નામે અંગુઠાનું નિશાન અને સહી કરાવી હતી. ત્યાર બાદ વિજય શર્માએ તેની મમ્મીને કહ્યું હતું કે પપ્પા મરી ગયા છે. જયારે રજીસ્ટ્રાર ગોરાસીયાએ આ તોતારામ શર્માને રાતે 8 વાગ્યે મરણ ઘોષિત કરજો. ત્યાર બાદ વિજયે ડો. રેશ્મા શાહને બોલાવી પિતાના મૃત ઘોષિત કરાવી ડેથ સર્ટી લીધું હતું.

પિતા હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે તેમની સહી વાળું વીલ ગાયબ કર્યુ !
પેટમાં કેન્સરના કારણે તોતારામ શર્માને અઠવા ગેટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં ડોક્ટરોએ અંતિમ દિવસો હોવાનું જણાવતા વિજય શર્માએ પિતાની સહીવાળું તેમના ઘોડદોડ રોડના રોયલ પેલેસના રહેણાંક ફ્લેટમાં ગાયબ કર્યુ હતું. ત્યાર બાદ અંતિમ ક્ષણમાં અંગુઠાનું નિશાન લઇ વીલ તૈયાર કર્યુ હતું. જેમાં પ્રથમ એવું લખ્યું છે કે તોતારામ શર્મા એટલે કે પોતે માનસિક ફીટ અને રોજીદું કામ કરવામાં સક્ષમ છે. ત્યાર બાદ એવું લખ્યું છે કે શારિરીક રીતે નાતંદુરસ્ત છે અને પોતાની સહી કરી શકે તેમ ન હોવાથી અંગુઠાનું નિશાન વાળી સહી કરી છે.

Source link

You may also like

Leave a Comment