નવી સિવિલની જૂની બિલ્ડીંગમાં પાંચ પૈકી ચાર લિફ્ટ બંધ

by Aadhya
0 comment 2 minutes read

Updated: Nov 2nd, 2023

બે
લિફ્ટથી ગાડુ ગબડાવતા હતા ત્યારે એક લિફ્ટ બંધ થતા હવે માત્ર એક લિફ્ટ ચાલતી
હોવાથી દર્દી સહિતના મુશ્કેલીમાં

  સુરત :

સુરત
નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં પાંચ લિફ્ટ પૈકી માત્ર એક લિફ્ટ ચાલી રહી છે.
જ્યારે ૪ લિફ્ટ બંધ હોવાથી દર્દીઓ તેમને સંબંધી તથા ડોક્ટર સહિતનો સ્ટાફે મુશ્કેલી
વેઠવાનો વારો આવી રહ્યો છે.

પ્રાપ્ત
વિગત મુજબ દક્ષિણ ગુજરાત તથા મહારાષ્ટ્ર સહિતના વિસ્તારમાંથી દર્દીઓ સારવાર માટે
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં વિવિધ તકલીફની સારવાર માટે રોજના હજારો દર્દીઓ સારવાર
માટે આવે છે. જેમાં કેટલાક દર્દીઓ સિવિલની ચાર માળની જૂની બિલ્ડીંગ અને કિડની
બિલ્ડીંગ વોર્ડમાં દાખલ કરવામાં આવે છે. તેવા સમયે સિવિલની જૂની બિલ્ડિંગમાં લાંબા
સમયથી ઓપરેશન થિયેટર પાસેની
,
એચ – ૦ વોર્ડ પાસે, જે બિલ્ડીંગમાં લિફ્ટ બંધ
છે.  જેથી ત્યાં આર.એમ.ઓ ઓફિસમાં પાસે અને
એફ- ૦ વોર્ડ પાસેની લિફ્ટ ચાલતી હોવાથી ગાડુ ગબડાવવામાં આવતુ હતુ. જોકે બંને
લિફ્ટમાં દર્દી
, તેમના સંબંધી, ડોકટરો
સહિત સ્ટાફ તો ઉપયોગ કરતા હતા પણ ઉપરના માળે ભારે વજનદાર સામાન પણ લિફ્ટમાં લઇ
જવામાં આવે છે.  તેવા સમયે આજે ગુરુવારે
સવારે આર.એમ.ઓ ઓફિસમાં પાસ લિફ્ટ અચાનક ખોટકાઈ ગઈ હતી. જેથી એફ- ૦ વોર્ડ પાસેની
લિફ્ટ માત્ર ચાલુ હતી. જેથી ત્યાં ગ્રાઉન્ડ ફોલોરથી વ્હિલચેર ઉપર દર્દીને ઉપરના
માળે વોર્ડમાં લઇ જવાના હતા. તેવા ધણા દર્દી
, તેમના સંબંધીઓ,
ડોકટરો સહિત સ્ટાફ અને માલસામાન લઇ જવા માટે લાંબી લાઇન લાગી હતી.
જોકે  અમુક વ્હિલચેર ઉપર બેસેલા દર્દી કરતા
પહેલા લિફ્ટમાં માલસામાન લઇ ગયા હતા. જેથી તેઓ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો
હતો. સિવિલના તબીબી અધિક્ષક ડો. ગણેશ ગોવેકરે કહ્યુ કે
, આર.ઓમ.ઓ
ઓફિસ પાસે લિફ્ટનું રિપેરીંગ કરીને આજે શરૃ થઇ જશે. જયારે દર્દી સહિતના તકલીફ નહી
પડે તે માટે જે બિલ્ડીંગ અને એચ-૦ વોર્ડ પાસેથી લિફ્ટમાં જરૃરી કામગીરી કરીને શરૃ
કરવા આવશે.

Source link

You may also like

Leave a Comment