નર્મદ યુનિવર્સિટીના ઇન્ટીરીયર ડિઝાઇનના વિદ્યાર્થીઓએ હરતો ફરતો વોર્ડરોબ બનાવ્યો

by Aadhya
0 comment 2 minutes read

ઇનોવેશન સાથે વિદ્યાર્થીઓએ પેટન્ટ પણ કરાવી

Updated: Nov 1st, 2023

– ત્રિકોણ
આકારનો બે બાય પાંચ ફુટનો વોર્ડરોબ ઓછામાં ઓછી જગ્યા રોકે છે પણ પરિવારની બેઝીક
જરુરીયાતો સંતોષે છે

– અન્ય
વિદ્યાર્થીઓએ પારંપરિક ગેમ શૂન્ય-ચોકડી એટલે કે રોમન ટીક ટેક ટો નવા રૃપરંગ સાથે
તૈયાર કરી

                સુરત

નર્મદ
યુનિવર્સિટીના ઇન્ટરીયર ડિઝાઇનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ બે ઇનોવેટીવ પેટન્ટ
કરાવીને યુનિવર્સિટીનું નામ ચમકાવ્યુ છે. જેમાં 
મેટ્રો સીટીમાં નાના ઘરમાં રહેતા હોય કે ભાડાના ઘરમાં રહેતા હોય તેમના માટે
બે બાય પાંચ ફુટનો હરતો ફરતો વોડરોબ બનાવીને પેટન્ટ કરાવી છે. તો અન્ય
વિદ્યાર્થીઓએ શૂન્ય ચોકડીની રમતને નવુ રૃપ આપીને રોમન ટીક ટેક ટોની પેટન્ટ કરાવી
છે.


નર્મદ
યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા ઇન્ટરીયર ડિઝાઇનની વિદ્યાર્થીની વિધિ સંદીપ દોષી
દ્વારા ઇનોવેટીવ ફર્નિચરની ડિઝાઇન અગેની પેટન્ટ મેળવી છે. વિદ્યાર્થીનીએ મેટ્રો
સીટીમાં ભાડે  રહેતા નાના પરિવારો અને
તેમની જરૃરિયાતોને ધ્યાનમાં રાખીને એક ત્રિકોણ આકારનો બે બાય પાંચ ફુટનો વોર્ડરોબ
બનાવ્યો છે. જે ઓછામાં ઓછી જગ્યા રોકે છે. પરંતુ તેમાં એક નાના પરિવારની બેઝીક
સ્ટોરેજની જરૃરિયાતો સંતોષે છે. સાથે જ ભાડે રહેતા  હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જઇ શકાય
તેવો હરતો ફરતો વોર્ડરોબ બનાવ્યો છે. વિધિએ ભારત સરકારની ઓફિસમાં આ પેટન્ટ
રજીસ્ટર્ડ કરાવી છે.

જ્યારે
ઇન્ટરીયર ડિઝાઇનના અન્ય વિદ્યાર્થીઓ મિતાલી પ્રજાપતિ
, ઉમંગ ઇસ્માલીયા,
નકિયા બસ્તાવાલા, કિષ્ના ઘોરાજીયા અને દિપ્તી
રામાણી દ્વારા પાંરપારિક રીતે ચાલી આવતી ગેમ શૂન્ય ચોકડીને નવરૃપ એક ઇનોવેટીવ ગેમ
રોમન ટીક ટેક ટો ડિઝાઇન કરીને પેટન્ટ કરાવી છે. આ ગેમમાં વિદ્યાર્થીઓએ રોમન
ગ્રાફિકસનો ઉપયોગ કર્યો છે. આજના ટેકનોલોજીના યુગમાં યુવાઓ અને બાળકો ફરી
પારંપારિક રીતે ચાલતી આવતી રમતો કે જેમાં બે વ્યકિતઓનું ઇન્ટરએકશન થતુ હતુ તે
ધ્યાનમાં રાખીને નવા રંગરૃપ સાથે બનાવી છે. જેમાં શુન્ય ચોકડીને રેડ બ્લુ આપ્યા
છે. બે વ્યકિતઓ રમી શકે છે. એક ગેમ જીતતા ત્રણ પોઇન્ટ મળે છે. આ વિદ્યાર્થીઓની
પેટન્ટ ઇન્ટરીયર ડિઝાઇનના અધ્યાપકોના માર્ગદર્શન હેઠળ ૨૪ અઠવાડિયાની મહેનતમાં
તૈયાર કરી છે.  

Source link

You may also like

Leave a Comment