સુરત પાલિકાનો સાયકલ શેરીંગ પ્રોજેક્ટ બીમાર પડ્યો, અનેક સાયકલ સ્ટેન્ડની હાલત કફોડી, સાયકલમાં તોડફોડ

by Aadhya
0 comment 2 minutes read

Updated: Dec 6th, 2023


– કેટલીક જગ્યાએ સાયકલ સ્ટેન્ડ ભીખારીઓએ રેન બસેરા બનાવી દીધું હોવાથી લોકો સાયકલ પણ મુકી શકતા નથી : પ્રાઈમ આર્કેડ નજીકના સાયકલ સ્ટેન્ડ પર દબાણ કરનારાઓનો કબ્જો 

સુરત,તા.6 ડિસેમ્બર 2023,બુધવાર

સુરત મહાનગરપાલિકાએ મોટા ઉપાડે સાયકલ શેરીંગ પ્રોજેક્ટ શરુ કર્યો હતો પરંતુ થોડા સમય બાદ ધ્યાન આપવાનું ઓછું કરી દેતાં પાલિકાના અનેક સાયકલ સ્ટેન્ડ પર ભીખારીઓનો કબજો થઈ ગયો છે. શહેરમાં કેટલીક જગ્યાએ સાયકલ સ્ટેન્ડને ભીખારીઓએ રેન બસેરા બનાવી દીધું હોવાથી લોકો સાયકલ પણ મોકલી શકતા નથી. આ ઉપરાંત પાલિકાના અનેક સાયકલ સ્ટેન્ડ પર  સાયકલ સ્ટેન્ડ ની હાલત કફોડી, સાયકલ માં તોડફોડ થઈ હોવાથી લોકો સાયકલનો ઉપયોગ કરતા અચકાઈ રહ્યા છે. 

સુરત મહાનગરપાલિકાએ પ્રદૂષણની માત્રા ઘટાડવા માટે સાયકલ શેરીંગ પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા 75 કિલોમીટરનો સાયકલ ટ્રેક બનાવ્યો છે. આ ઉપરાંત સાયકલ શેરીંગ પ્રોજેક્ટ પણ અમલમાં મુક્યો છે પરંતુ  સુરત પાલિકાની બેદરકારી ના કારણે મોટા ઉપાડે શરુ કરવામા આવેલો સાયકલ શેરીંગ પ્રોજેક્ટ થી લોકો દુર ભાગી રહ્યા છે. રતના અનેક સાયકલ શેરીંગ સ્ટેન્ડ પર ભિખારીઓ અને શ્રમવીજીઓએ કબજો જમાવી દીધો છે.  સાયકલ સ્ટેન્ડ ભીખારીઓએ રેન બસેરા બનાવી દીધું હોવાથી લોકો સાયકલનો ઉપયોગ કરી શકતા નથી. આ ઓછું હોય તેમ પ્રાઈમ આર્કેડ સહજ નજીક પાલિકાએ સાયકલ સ્ટેન્ડ બનાવ્યું છે પરંતુ બપોર બાદ  અહી એટલા બધા દબાણ થાય છે કે લોકોએ સાકલ સ્ટેન્ડ શોધવું પડે છે. જો સાયકલ સ્ટેન્ડ મળી પણ જાય તો દબાણના કારણે લોકો સાયકલનો ઉપયોગ કરી શકે તેમ નથી. 

પાલિકાનું ધ્યાન શેરીંગ સાયકલ પ્રોજેક્ટ પરથી હટી જતાં જ પાલિકાએ બનાવેલા સાયકલ સ્ટેન્ડ પર ભિખારીઓ અને શ્રમજીવીઓએ કબ્જો જમાવી દેવાનું શરૂ કર્યું હતું. જેના કારણે મજુરાગેટ- કડીવાલા ચાર રસ્તા, અઠવા પોલીસ ચોકી સહિત અનેક સાયકલ સ્ટેન્ડ પર ભિખારીઓએ કબજો જમાવી દીધો છે. એટલું જ નહીં પરંતુ આ સાયકલ સ્ટેન્ડ પરથી સાયકલ પણ ગાયબ થઈ રહી છે. અનેક સાયકલ સ્ટેન્ડ પર ભિખારીઓએ અડ્ડો બનાવી દીધો છે તેના કારણે લોકો સાયકલ મુકવા પણ આવતા ડરી રહ્યાં છે. જો પાલિકા તંત્ર સાયકલ શેરીંગ પ્રોજેક્ટ પર ધ્યાન નહી આપે તો  બહુ વખણાયેલો આ પ્રોજેક્ટથી લોકો વધુ દુર જાય તેવા દિવસો દુર નથી.

Source link

You may also like

Leave a Comment