ટ્રક અકસ્માતમાં મૃતક રત્નકલાકારના વારસોને 25 લાખ વળતર ચુકવવા હુકમ

by Aadhya
0 comment 3 minutes read

Updated: Dec 5th, 2023


સુરત

વ્યાજ સાથે રકમ રૃા.54.27 લાખ ઃ 14વર્ષ પહેલાં વરાછા બ્રીજ પાસે બાઇકસવાર 29 વર્ષીય યુવાનનું ટ્રક અડફટે મૃત્યુ થયું હતું

     

આજથી
14 વર્ષ પહેલાં ટ્રક હડફેટે મૃત્તક રત્ન કલાકાર યુવાનના વારસોને9 ટકા વ્યાજ સાથે
રૃા.25 લાખ અકસ્માત વળતર ચૂકવી આપવા મોટર એક્સીડેન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલના ઓક્ઝીલરી
એડીશ્નલ સેશન્સ જજ પ્રણવ એસ.દવેએ ટ્રક ચાલક
,માલિક તથા વીમા કંપનીને હુકમ કર્યો છે.જે
વ્યાજ સહિત અંદાજે
54.27 લાખ થવા જાય છે.

નાનાવરાછા
ખાતે રૃક્ષ્મણી સોસાયટીમાં રહેતા
29 વર્ષીય રત્નકલાકાર યુવાન ચીમનભાઈ મનુભાઈ ઉર્ફે મનસુખભાઈ કરકર ગઈ તા.22-12-2009ના રોજ પોતાના મિત્ર અમિત ભાઈને મોટર સાયકલની પાછળની સીટ પર બેસાડીને
કાપોદરાથી સ્ટેશન પોતાના જોબ પર જતા હતા.જે દરમિયાન જગદીશભાઈ રામભાઈ મેર(રે.તળાવ
ફળીયું કામરેજ)ની માલિકીના ટ્રકના ચાલક રામભાઈ પીઠાભાઈ બુધાર(આહીર)એ વરાછા ઓવર
બ્રિજ પાસે બેદરકારીથી ટ્રક ચલાવીને મોટર સાયકલને હડફેટે લીધું હતુ.જેથી ટ્રક
ચાલકે સર્જેલા અકસ્માતમાં ગંભીર ઈજાથી ચીમનભાઈ કરકરનું નિધન થયું હતુ.

જેથી
મૃત્તક યુવાનના વારસો રેખાબેન ભુપતભાઈ મેરુલીયા
,ક્રીશ,જયાબેન  મનુભાઈ કરકર તથા મનુભાઈ ઉર્ફે મનસુખભાઈ કરકરે
ટ્રક ચાલક
,માલિક તથા આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યુરન્સ
કંપની પાસેથી કુલ રૃ.
25 લાખ અકસ્માત વળતર વસુલ અપાવવા માંગ
કરી હતી.જેની સુનાવણી દરમિયાન અરજદારો તરફે એવી રજુઆત કરવામાં આવી હતી કે મૃત્તકની
વય બનાવ સમયે માત્ર
29વર્ષ તથા દશ માસની હતી.મૃત્તક મે.કાર્પ
લક્ષ્મી ડાયમંડ પ્રા.લિ.માં નોકરી કરીને માસિક રૃ.
11 હજારની
આવક ધરાવતા હતા.જેથી ટ્રીબ્યુનલ જજે રેકર્ડ પરના પુરાવા તથા મરનારની વય
,આવક તથા ભવિષ્યની ખોટને ધ્યાને લઈને મૃત્તકના વારસોના વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત 25 લાખ અકસ્માત વળતર ચુકવવા ટ્રક
ચાલક
,માલિક તથા વીમા કંપનીની સંયુકત તેમજ વિભક્ત જવાબદારી
હોવાનો નિર્દેશ આપ્યો છે.

Source link

You may also like

Leave a Comment