સુરત જિલ્લામાં બારડોલી, પલસાણા અને મહુવામાં મોસમનો 100 ટકાથી વધુ વરસાદ

by Aadhya
0 comment 3 minutes read

Updated: Sep 20th, 2023

– જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 50.39 ઇંચ (86 ટકા) વરસાદઃ સૌથીવધુ ઉમરપાડામાં 70.64 ઇંચ, ઓલપાડમાં માત્ર 24.16 ઇંચ

            સુરત

સુરત
જિલ્લામાં ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં ૫૦.૩૯ ઇંચ વરસાદની સાથે જ મૌસમનો ૮૬ ટકા
વરસાદ નોંધાયો છે. જેમાં ત્રણ તાલુકા બારડોલી
, મહુવા અને પલસાણામાં ૧૦૦
ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જયારે સુરત શહેરમાં હજુ સુધી ૭૧ ટકા વરસાદ નોંધાયો છે.

સુરત શહેર
અને જિલ્લામાં ગત અઠવાડિયે મેઘરાજા મનમુકીને વરસતા સર્વત્ર વરસાદ વરસ્યો હતો. તો આજે
મેઘરાજાએ બ્રેક પાડયો હોઇ તેમ છ તાલુકામાં છુટોછવાયો વરસાદ પડયો હતો. આ વરસાદની સાથે
જ સુરત શહેર અને જિલ્લાના નવ તાલુકામાં મૌસમનો કુલ વરસાદ ૫૦.૩૯ ઇંચ અને ૮૬ ટકા નોંધાયો
છે. જેમાં સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં ૭૦.૬૪ ટકા અને સૌથી ઓછો ઓલપાડ તાલુકામાં ૨૪.૧૬
ઇંચ નોંધાયો છે. જયારે આ વર્ષે ત્રણ તાલુકામાં મેઘરાજાની ભારે મહેર જોવા મળતા અત્યાર
સુધીમાં બારડોલીમાં ૬૮.૭૨ ઇંચ અને ૧૧૪.૪૪ ટકા
, મહુવા તાલુકામાં ૬૬.૩૬ ઇંચ અને ૧૦૩.૯૬ ટકા
અને પલસાણામાં ૬૫.૬૮ ઇંચ અને ૧૧૨.૭૧ ટકા વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે. આમ ત્રણ
તાલુકામાં ૧૦૦ ટકા કરતા વધુ વરસાદ વરસ્યો છે. જયારે સુરત શહેરમાં ૪૦.૪ ઇંચ અને ૭૧.૦૧
ટકા વરસાદી પાણી પડયુ છે. આમ મેઘરાજા મોડે મોડે પણ મુશળધાર વરસતા ખેડુતો ખુશ થઇ ઉઠયા
છે.

સુરતમા મોસમનો
કુલ વરસાદ

તાલુકો         ઇંચ   ટકાવારી

ઉમરપાડા      ૭૦.૬૪       ૯૬.૦૦

બારડોલી       ૬૮.૭૨       ૧૧૪.૪૪

પલસાણા      ૬૫.૬૮       ૧૧૨.૭૧

મહુવા          ૬૬.૩૬       ૧૦૩.૯૬

માંડવી                ૫૪.૮૮ ૯૦.૬૫

કામરેજ        ૪૨.૭૬       ૭૩.૩૬

સુરત           ૪૦.૪૦       ૭૧.૦૧

ચોર્યાસી        ૩૬.૩૨       ૬૬.૯૯

માંગરોળ       ૩૩.૬૦       ૫૮.૬૮

ઓલપાડ       ૨૪.૧૬       ૫૭.૨૫

કુલ             ૫૦.૩૯       ૮૬.૦૦

Source link

You may also like

Leave a Comment